Baroda Ganesh Visarjan: વડોદરામાં ગણપતિયાત્રા દરમિયાન થયો પથ્થરમારો, પોલીસનો ખડકલો
Braroda Ganesh Visarjan: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો તથા કોમી અથડામણ થવા પામી છે. સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામમાં…
ADVERTISEMENT
Braroda Ganesh Visarjan: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો તથા કોમી અથડામણ થવા પામી છે. સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામમાં ગરાસીયા વગામાંથી પસાર થતા ગણેશજીની વિસર્જન યાત્રા પર અચાનક પથ્થર મારો થતા વચ્ચે સામ સામે પથ્થર મારો થયો ગામમાં પરિસ્થિતિ અજંપા ભરી થઈ જાય છે.
Harsh Sanghavi Body Guard: હર્ષ સંઘવીના બોર્ડી ગાર્ડે MLAનું બાવળું પકડી ખેંચ્યા તો…
નાના છમકલા પછી ગણેશ વિસર્જન ફરી શરૂ
પ્રાપ્ત વિગતો અનુસાર સાવલી તાલુકાના મંદિરસર ગામે વિવિધ ગણેશ યુવક મંડળ પોતપોતાના ગણેશજીને ટ્રેક્ટર માં બિરાજમાન કરી ડીજેના તાલ સાથે નાસ્તા કુરતા ગામના માર્ગો પર ફેરવીને તળાવમાં વિસર્જન કરવા જઈ રહ્યા હતા તે સમયે ગામના ગરાસીયા વગામાંથી વેરાઈ માતા અને મહાદેવ ફળિયાના ગણેશ યુવક મંડળ ટ્રેક્ટરમાં પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગરાસીયા વગર તરફથી ગણેશજીની વિસર્જન યાત્રા પર પથ્થર મારો થતા નાશ ભાગ મચી ગઈ હતી. તેવા સમયમાં બે કોમ વચ્ચે સામ સામે પત્થર મારો થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ બે ત્રણ વ્યક્તિઓ પથ્થર મારામાં ઘાયલ થયા હતા. બનાવની પોલીસને જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી ગામમાં વિસર્જન યાત્રા શરૂ કરાવી હતી. ગામમાં કોમી છમકલું થતા અજંપાભરી પરિસ્થિતિ સર્જાય છે. જાણકારી મુજબ મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદો નોંધાય તેવું જણાઈ રહ્યું છે.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT