અમદાવાદ: PGમાં રહેતા સગીરે પોતાના અપહરણનું નાટક રચી પિતા પાસે રૂ.15 લાખની ખંડણી માગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં PGમાં રહેતા પાટણના વેપારીના એક સગીર પુત્રએ મોજશોખના રવાડે ચડી જતા મોટું દેવું થઈ ગયું હતું. આથી તેણે પોતાના જ મિત્રો સાથે મળીને અપહરણનું નાટક કરીને પિતા પાસેથી 15 લાખની ખંડણી માગી હતી. પરિવારે પોલીસને ઘટનાની જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સગીર તથા તેના બે મિત્રોને શોધીને પકડી લેવામાં આવ્યા હતા.

પાટણમાં રહેતા વેપારીનો દીકરો અમદાવાદમાં PGમાં રહેતો
વિગતો મુજબ, પાટણમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરતા જ્વેલર્સના દીકરીને કેનેડા જવાનું હોવાથી ક્લાસ માટે અમદાવાદમાં PGમાં રહીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન સગીર મોજશોખના રવાડે ચડી જતા દેવું થઈ ગયું હતું. આથી તેણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું અને નખથી શરીરને ઈજા કરી અને મિત્રોએ તેના હાથ-પગ અને મોઢું બાંધીને વીડિયો ઉતાર્યો અને બાદમાં પિતાને મોકલ્યો હતો.

મિત્રો પાસે વીડિયો બનાવડાવી પિતાને મોકલ્યો
વીડિયોમાં એક વ્યક્તિ દીકરાને છોડાવવા માટે વેપારી પાસે 15 લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો અને પૈસા ન મળવા પર દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ સગીરના માસાએ પોલીસને જાણ કરતા સગીરને છોડાવવા કામે લાગી હતી. સગીરના પિતાને રૂ.15 લાખ લઈને ગુરુદ્વારા પાસે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એક કલાક જેટલું ઊભા રહ્યા બાદમાં તેમનો દીકરો જ પૈસા ભરેલો થેલો લેવા આવતા પોલીસે સગીરને પકડી લીધો હતો.

ADVERTISEMENT

મિત્રોને 5-5 લાખ આપવાનો હતો
અપહરણનું નાટક કરીને પિતા પાસેથી રૂ.15 લાખની માગણી બાદ તેમાંથી 10 લાખ રૂપિયા સગીર તેના બંને મિત્રોને આપવાનો હતો, જ્યારે 5 લાખ પોતાની પાસે રાખવાનો હતો. પૂછપરછ દરમિયાન સગીરે પોતાના જ અપહરણનું નાટક બે મિત્રો સાથે મળીને રચ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે સગીર તથા તેના બે મિત્રોને ઝડપી લીધા હતા. જોકે તેમનું ભવિષ્ય બગડે નહીં એટલે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરાઈ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT