છોટા ઉદેપુરમાં દારૂ ભરેલી બોલેરો રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરનો પોલીસને કચડવાનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: દારૂબંધીના કડક દાવા વચ્ચે ગુજરાતમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લામાં પોલીસ પર બુટલેગરો દ્વારા ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે બાદ જવાબમાં પોલીસે પણ સામે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફિલ્મી ઢબે બુટલેગરોનો પીછો કરીને ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાલક ફરાર થઈ ગયો હતો.

વિગતો મુજબ, છોટા ઉદેપુરમાં પાવી જેતપુર પાસે પોલીસે રાત્રે દારૂ ભરેલી બોલેરો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કાર ચાલકે પોલીસ પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બચાવમાં પોલીસે પણ સામે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને વડાતલાવ પાસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ગાડીમાં સવાર ત્રણ જણાની ધરપકડ હતી. જોકે બેફામ બોલેરો ગાડી ચલાવનાર ચાલક ગાડીમાંથી કૂદીને રાતના અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસને કારમાંથી 1.50 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. મધ્યપ્રદેશના આમખૂટથી ઈંગ્લીશ દારૂ ભરીને તેને આણંદ લઈ જતા હતા.

પોલીસે દારૂ ભરેલી નંબર વિનાની બોલેરો પણ જપ્ત કરી હતી. આમ પોલીસે દારૂ તથા કાર મળીને કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રોહીબિશન અને પોલીસ ઉપર જીવલેણ હુમલા બાબતે કુલ 6 આરોપીઓ સામે બે અલગ અલગ નોંધ્યા ગુના છે. સાથે જ નગીન દુરસિંગ રાઠવા, રાકેશ ગોપસિંગ રાઠવા અને ચંદુ રણછોડ રાઠવાની અટકાયત કરી હતી. જ્યારે બોલેરો ચાલક સચિન રાઠવા ફરાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT