VIDEO: સુરતમાં બુટલેગરોને પોલીસનો પણ ખોફ નહીં! ધોળા દિવસે બે પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં બેફામ બુટલેગરોને હવે પોલીસનો પણ ખોફ નથી રહ્યો. સુરતના ઉમરપાડામાં રસ્તા વચ્ચે બોલિવૂડની ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બુટલેગરે તેમને રોકવાનો પ્રયાસ કરતા પોલીસકર્મી પર જ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યાંથી કાર લઈને જંગલમાં થઈને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે પણ બાદમાં ગુનેગારોને બોસ કોણ છે તે બતાવી દીધું અને દારૂ ભરેલી બંને એસયૂવી કારને જપ્ત કરી લીધી હતી.

બુટલેગરનો કારથી પોલીસને કચડવાનો પ્રયાસ
સુરતના ઉમરપાડામાં જાહેર રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અહીં કારમાં દારૂ ભરીને જતા બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનો પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનશીબે પોલીસ જવાનોનો બચાવ થયો હતો. જ્યારે બુટલેગર જંગલના રસ્તે થઈને ગાડીમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ફોર્ચ્યુનર કારમાં રહેલો બુટલેગર પોલીસના બાઈકને ટક્કર મારી તેમને નીચે પાડી દે છે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે.

ADVERTISEMENT

પોલીસે દારૂ ભરેલી બે કાર જપ્ત કરી
ઘટનાને પગલે પોલીસે પણ બુટલેગરોને ઝડપી પાડવા અભિયાન શરૂ કર્યું હતું. જે બાદ પોલીસે ફોર્ચ્યુનર અને એક્સયુવી કાર જપ્ત કરી છે. બંને કારમાં ભરેલી દારૂની પેટીઓ પણ આ સાથે જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડની ઘટના બાદથી રાજ્યભરમાં દારુબંધીની કડક અમલવારી પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. એવામાં પોલીસે ઘણી જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી અને તેને બંધ કરાવી હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT