રાજ્યમાં બુટલેગરોનો આતંક, પોલીસ પર હુમલો કરી પોલીસની વાન સળગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર, દાહોદ: રાજ્યમાં પોલીસ તંત્ર દારૂના વેચાણ બંધ કરવા અને દારૂબંધીની કડક અમલવારી મામલે એક્શન મોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાનને સળગાવવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે  પોતાના બચાવવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

દાહોદ જિલ્લાનાં સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાલીયાકુવા રોડ પર ફાયરીંગ તથા સરકારી વાહનને નુકસાન કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈ દાહોદના પીએસઆઈ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ દારૂની બાતમીને લઈ વોચ રાખી રહ્યા હતા. ત્યારે પોલીસ ચેકિંગ દરમિયાન વાહનને ઊભું રાખવાનો પ્રયાસ કરતાં બુટલેગરોએ ટીમ બનાવી 15થી વધુ લોકોએ પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરી અને પોલીસની કારને આગ ચાંપી દીધી. જ્યારે પોલીસે સ્વબચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસ પર હથિયારો વડે કર્યો હુમલો
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલા વાહનને રોકવાનો પ્રયાસ કરતી વખતે બુટલેગરો બેફામ બન્યા હતા. ત્યારે પંદરેક માણસો મોટર સાયકલો ઉપર આવી ભેગા મળી આરોપીઓના હાથમાં તીર-કામઠા, ધારીયા-પાળીયા, લાકડી તેમજ પાઇપો જેવા ઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી, પ્રાણઘાતક હથીયારો સાથે સજ્જ થઇ હુમલો કરતા અને સરકારી વાહન નંબર-GJ-20-GA-1260, P-9 ને નુકસાન કરતા પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયર કરતા તમામ આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ પર બેસી ભાગી ગયેલ છે.

ADVERTISEMENT

પોલીસ પર જીવલેણ હુમલો કરવા મામલે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો તૈયાર કરી છે. આ ઘટનાને લઈને પોલીસે કુતરીયાભાઇ રામજીભાઇ નાયક દિલીપભાઇ શંકરભાઇ નાયક, રાજુભાઇ શંકરભાઇ તોમર સહિતના લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT