બોલિવૂડ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે સંભળાવી 2 વર્ષની જેલની સજા, દંડ પણ ફટકાર્યો
Jamnagar News: બોલિવૂડમાં ઘાયલ અને દામિની જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટ દ્વારા ચેક બાઉન્સના એક કેસમાં સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ચેક રિટર્ન કેસમાં રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે સજા ફટકારી.
જામનગરના વેપારીએ રાજકુમાર સંતોષીને 1 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા.
વેપારીને આપેલા 10 લાખના 10 ચેક બાઉન્સ થતા કોર્ટમાં અરજી કરી હતી.
Jamnagar News: બોલિવૂડમાં ઘાયલ અને દામિની જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટ દ્વારા ચેક બાઉન્સના એક કેસમાં સજા ફટકારવામાં આવી છે. મિત્ર પાસેથી લીધેલા 1 કરોડ રૂપિયા પેટે આપેલા 10 લાખના દસ ચેક આપેલા હતા, જે બેંકમાં બેલેન્સ ન હોવાને કારણે રિટર્ન થયા હતા. આ મામલે જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને ચેક રિટર્નના ડબલ પૈસા જમા કરવા માટે આદેશ કર્યો છે.
જામનગરના ઉદ્યોગપતિ પાસેથી 1 કરોડ લીધા હતા
વિગતો મુજબ, બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ સાથે મિત્રતા હતી. જે તે સમયે રાજકુમાર સંતોષીએ પૈસાની જરૂર હોવાથી અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. આ માટે તેમણે રૂ.10 લાખના 10 ચેક અશોકલાલને આપ્યા હતા. જોકે નિયમ સમયમર્યાદામાં ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરતા ખાતામાં પૈસા ન હોવાથી તે બાઉન્સ થયા હતા. આથી ફરિયાદીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ વકીલ મારફતે નોટિસ ફટકારી હતી.
કોર્ટે 2 વર્ષ જેલની સજા કરી
જામનગરની નામદાર કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચુકાદો આપતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 1 કરોડની સામે 2 કરોડ રૂપિયા જમા કરવા માટે આદેશ કર્યો છે.
ADVERTISEMENT
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT