VADODARA માં યુવકનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરમાથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. માંજલપુરનાં સુબોધનગરમાંથી કિશોરની ફાંસો ખાધેલી સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. વિપુલ ગોઢકિયા નામનાં 14 વર્ષીય કિશોરનો કુતરાના બેલ્ટ સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કિશોર જે ઘરમાં કામ કરતો હતો ત્યાંથી જ તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

મૃતકના પરિવાર દ્વારા લગવાયા ગંભીર આક્ષેપ
બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા મકાન માલિક પર હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારના આક્ષેપ બાદ હાહાકાર મચી ગયો છે. પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. જેના પગલે પોલીસ ઉપરાંત FSLની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો પોલીસ મામલો થાળે પાડવાના પ્રયાસો કરી રહી છે.

ઘટના બાદ મૃતકના પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો
ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ સમાજ અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ ઘરમાં તોડફોડ પણ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે, અમારા પુત્રની કુતરાના બેલ્ટ વડે હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ તો મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ADVERTISEMENT

પોલીસ એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોઇ રહી છે રાહ
ઘટના અંગે સમાજના અગ્રણી સંજય ઉઘરેજીયાએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. મૃતકના પિતાને કેન્સરની બીમારી છે. લોકડાઉનમાં ચાર લાખ રૂપિયાની સહાય કરી હતી. જેના વળતર પેટે કિશોર અહીં કામ કરતો હતો. જો કે પૈસા બાકી હોવાની અવેજમાં અહીં કામ કરવુ પડશે. તેવું કહીને માર મારતા હોવાનો પણ દાવો કરાયો હતો. જો કે પોલીસે પોસ્ટમોર્ટમ અને FSL ના રિપોર્ટની રાહ જોઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT