ક્રાઈમ કેપિટલ બનવા તરફ સુરતઃ રિવોલ્વર સામે ધરી લૂંટ, લૂંટારાઓ CCTVમાં કેદ

ADVERTISEMENT

ગુજરાતની ડાયમંડ રાજધાની સુરત શહેર હવે ક્રાઈમ કેપિટલ વનવા તરફ જઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર બનતી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈને આ વાત કહેવી જરૂરી દેખાઈ રહી છે.
ગુજરાતની ડાયમંડ રાજધાની સુરત શહેર હવે ક્રાઈમ કેપિટલ વનવા તરફ જઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર બનતી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈને આ વાત કહેવી જરૂરી દેખાઈ રહી છે.
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતની ડાયમંડ રાજધાની સુરત શહેર હવે ક્રાઈમ કેપિટલ વનવા તરફ જઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર બનતી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈને આ વાત કહેવી જરૂરી દેખાઈ રહી છે. શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીથી લૂંટારાઓ એક મની ટ્રાન્સફર ઓફિસને નિશાન બનાવી હતી અને રિવોલ્વરની અણીએ ત્રણ લુંટારાઓ દિન દહાડે અઢીથી ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. લૂંટારાઓની આ હરકત સીસીટીવીમાં પણ કૈદ થઈ છે.

હિન્દીને રાષ્ટ્રભાષા નહીં માનનાર કિચ્ચા સુદીપ BJP માટે કરશે ચૂંટણી પ્રચાર?

કપાળ અને કમર પર મુકી દીધી બંદૂક
સીસીટીવીમાં કૈદ થયેલી આ તસવીરો સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિંબાયત ગોડાદરા રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્રની છે. મંગળવારે બપોર પછી ત્રણેક લૂંટારાઓ મની ટ્રાન્સફર કરવાના બહાને અહીં પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત સચ્ચે લાલ મોર્યાને મની ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ત્યારે સચ્ચે લાલ મોર્યાએ એ લોકોને બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર આપવા જણાવ્યું હતું. ત્યારે લૂંટારુઓએ કહ્યું કે તેમને ગૂગલ પે અથવા ફોન પે પરથી મની ટ્રાન્સફર કરવાના છે. ગ્રાહક સેવા કેન્દ્રના સચ્ચે લાલ મોર્યાએ ગૂગલ પે અથવા ફોન પે પરથી મની ટ્રાન્સફર કરવાની ના પાડી હતી. આ સમયે લૂંટરુઓમાંથી બે લૂંટારાઓ મની ટ્રાન્સફર ઓફિસના કાઉન્ટર બાજુ ઘસી ગયા હતા અને સચ્ચે લાલ મોર્યાના કપાળ અને કમર ઉપર રિવોલ્વર મૂકીને કાઉન્ટરમાં મુકેલા અંદાજે અઢીથી ત્રણ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. સચ્ચે લાલ મોર્યા જણાવ્યું હતું કે એમને લૂંટની કોશિશ અટકાવવાની પણ કોશિશ કરી હતી પણ તેઓ સફળ થયા ન હતા અને લૂંટ કરીને ભાગી ગયા હતા.

પોર્ન સ્ટાર મામલામાં સુનાવણી પૂર્ણઃ ડોનાલ્ડ ટ્રંપ બોલ્યા- ‘Not Guilty’

લૂંટારુઓ પર કર્યો પથ્થરમારો પણ…
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ધોળે દિવસે થયેલી આ લૂંટના સીસીટીવીમાં લૂંટારાઓ આવતા અને જતા પણ દેખાઈ રહ્યા છે. મોપેડ પર સવાર થઈને આવ્યા લૂંટારાઓ જ્યારે લૂંટ કરીને જઈ રહ્યા હતા ત્યારે એમની મોપેડ નું બેલેન્સ બગડી ગયું હતું અને મોપેડ સાથે રોડ પર પડી પર ગયા હતા. આ દ્રશ્યો જોઈને મની ટ્રાન્સફર ઓફિસના સંચાલકે અને બીજા લોકોએ લૂંટારાઓ ઉપર પથ્થરમારો પર કર્યો હતો પણ લૂંટારાઓ ફરીથી ઊભા થઈને ચાલ્યા ગયા હતા.આ ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. પોલીસને ખબર પડતા જ લિંબાયત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઝાલા, એસીપી જેટી સોનારા પોલીસ સ્ટાફ સાથે લૂંટવાળી જગ્યા પર પહોંચી ગયા હતા અને સીસીટીવીના આધારે લૂંટારો ની શોધ કોણે શરૂ કરી હતી. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલ પણ ઘટનાએ પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ત્રણ જેટલા લૂંટારાઓ મની ટ્રાન્સફર કરવાના બહાને મની ટ્રાન્સફરની ઓફિસ પર આવ્યા હતા અને રિવોલ્વરની અણીએ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓ સીસીટીવીમાં દેખાય છે જે પોલીસે કબજે કર્યા છે. ફૂટેજના આધારે પોલીસની જુદી જુદી ટીમ બનાવીને તેમને પકડવાની કોશિશ શરૂ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે લૂંટની આ ઘટના દરમિયાન મની ટ્રાન્સફરની ઓફિસમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT