ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRF ની ટીમ દેવદૂત સાબિત થઈ
નર્મદા: ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં…
ADVERTISEMENT
નર્મદા: ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં પણ પંચકોશી નર્મદાની પરિક્રમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિક્રમા કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી, યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને માઁ નર્મદાની પરિક્રમા કરીને અનેરી ભક્તિમાં લિન થતાં હોય છે. ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમા વાસીઓની નાવડી ડૂબવાની ઘટના સામે આવી છે.
દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમામાં માઁ નર્મદાની પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવે છે. પહેલા દિવસથી જ માં નર્મદાની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યા માં પરિક્રમા વાસીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે નાવડીઓને લઈ શરૂઆતથી જ વિવાદ ચાલતો હતો ત્યારે આજે યાત્રિકો ભરેલી નાવડી ડૂબતાં ઓહાપો મચ્યો છે.
NDRF ની ટીમે તરત બચાવ કામગીરી હાથ ધરી
ઉત્તરવાહિની પરિક્રમાની પૂર્ણાહુતિને હવે ફક્ત બેજ દિવસ બાકી છે. ત્યારે એન્જીન વગરની એક સાદી નાવડીમાં 6 પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના ઘટી અને નાવડી એકાએક પલટી ગઈ.નાવડીમાં 4 મહિલાઓ અને 2 પુરુષો બેઠા હતા. ત્યારે તમામ લોકોને ડૂબતા જોઈ NDRF ની ટીમે તરત બચાવ કામગીરી હાથ ધરી હતી.NDRF ની ટીમે તમામને બચાવી લીધા છે. ત્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે આ વર્ષે ચૈત્ર મહિનો ચાલતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા 20 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT