હવે ધો.3ના પેપરમાં છબરડો, સચિન ટેંડુલકર કઈ રમતનો ખેલાડી છે? હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ…
કચ્છ: ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે. ક્યારેક શાળામાં શિક્ષક દારૂ પીને આરામ કરતા દેખાય છે તો ક્યારેક પરીક્ષાના પ્રશ્નપત્રમાં મોટા…
ADVERTISEMENT
કચ્છ: ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે. ક્યારેક શાળામાં શિક્ષક દારૂ પીને આરામ કરતા દેખાય છે તો ક્યારેક પરીક્ષાના પ્રશ્નપત્રમાં મોટા છબરડા બહાર આવતા હોય છે. ત્યારે કચ્છમાં સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષામાં પેપર સેટરની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં પર્યાવરણના ધોરણ 3ના પ્રશ્નપત્રમાં સ્પોર્ટ્સનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે સવાલ માટેના તમામ વિકલ્પો પેપરમાં ખોટા આપવામાં આવ્યા હતા.
ધો.3ના પેપરમાં થયો છબરડો
કચ્છમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 27 હજારથી વધુ બાળકોનું પર્યાવરણ વિષયનું પેપર લેવાયું હતું. જેમાં ખેલકૂદનો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં સવાલની સામે સાચો જવાબ ટિક કરવાનો હતો. દરમિયાન સવાલ પૂછાયો કે સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે? આ માટે ચાર વિકલ્પ આપેલા હતા, હોકી, કબડ્ડી, ફૂટબોલ અને ચેસ. ખરેખરમાં સાચો જવાબ ક્રિકેટનો વિકલ્પ ક્યાંય આપવામાં જ નહોતો આવ્યો. એવામાં બાળકોએ ઈચ્છા મુજબ કોઈપણ બોક્સમાં ટિક માર્ક કરી નાખ્યું હતું.
જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું?
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોવાનું જણાવ્યું હતું અને સ્કૂલોને ભૂલ સુધારવા જાણ કરાઈ હોવાનું કહેવાયું હતું. જોકે મોટાભાગની શાળાઓ સુધી આ સૂચના પહોંચે તે પહેલા જ પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે શું પેપર પ્રિન્ટ થયા બાદ કોઈ જવાબદાર અધિકારીએ તેને પહેલાથી ચેક શા માટે કહ્યું. પ્રશ્ન પત્ર છેક ક્લાસરૂમમાં વિદ્યાર્થી સુધી પહોંચી જાય છે પછી આટલી મોટી બેદરકારી સામે આવે છે કે પછી શિક્ષણ વિભાગને સરકારી શાળામાં ભણતા બાળકોનું કંઈ પડી નથી?
ADVERTISEMENT
અગાઉ ધો.10ની પરીક્ષામાં પણ થયો હતો છબરડો
નોંધનીય છે કે, આ પહેલા ધોરણ 10ની પરીક્ષામાં પણ છબરડો સામે આવ્યો હતો. જેમાં ગુજરાતીના પેપરમાં પણ બેદરકારી સામે આવી હતી. પેપરના વિભાગ-બીમાં સવાલ પૂછાયો ખોટો સવાલ પૂછાતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં વિચારમાં પડી ગયા હતા.
ADVERTISEMENT