ગૌચર મુદ્દે બે જુથો વચ્ચે લોહીયાળ જંગ, 2 ના ઘટના સ્થળે મોત 6 ઘાયલ
બનાસકાંઠા : જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ પાસે ગૌચરની જમીન બાબતે બે જુથ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ હતી. બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 6…
ADVERTISEMENT
બનાસકાંઠા : જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ પાસે ગૌચરની જમીન બાબતે બે જુથ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ હતી. બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તમામને સારવાર માટે શિહોરી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે ગામની સ્થિતિ જોતા સ્થિતિ વધારે ન વણસે તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
કાંકરેજના અરણીવાડા પાસે આવેલી ગૌચરની જમીન બાબતે બે જુથ સામસામે આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બે લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય 6 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે ડીવાયએસપી કૌશલ ઓઝાએ જણાવ્યું કે, શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ થઇ છે. ગૌચરની જમીન પ્રશ્ને બંન્ને જુથ વચ્ચે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. અથડામણમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અથડામણમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. 6 ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. ગામમાં હાલ શાંતિનો માહોલ હોવાનું પણ પોલીસ જણાવી રહી છે.
ADVERTISEMENT
ઘટનામાં હવે મામલો વધારે ન વણસે તે માટો પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત વધારે એસઆરપી ટુકડી પણ બોલાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગોચર મુદ્દે બે સમાજ વચ્ચે લાંબા સમયથી માથાકુટ ચાલી રહી હતી. જે આજે લોહિયાળ બની હતી.
ADVERTISEMENT