લોહીનું સગપણ રઝળતું રહ્યું અને મુસ્લિમ ભાડૂઆત બન્યો 85 વર્ષના વૃદ્ધાનો આધાર
સુરત: રાજ્યમાં લોહીનું ઋણ ચૂકવવામાં અનેક લોકો નમાણા સાબિત થઈ ચૂક્યા છે. માતા પિતાનું ઘરડું ઘડપણ સાચવવામાં સંતાનો પર જાણે આભ સમાન મુસીબત આવતી હોય…
ADVERTISEMENT
સુરત: રાજ્યમાં લોહીનું ઋણ ચૂકવવામાં અનેક લોકો નમાણા સાબિત થઈ ચૂક્યા છે. માતા પિતાનું ઘરડું ઘડપણ સાચવવામાં સંતાનો પર જાણે આભ સમાન મુસીબત આવતી હોય તેમ છુટકારો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના 85 વર્ષના નર્મદાબેનના દીકરાના મૃત્યુ બાદ દીકરી એ પૈસા અને સોનું લઈને માતાને તરછોડી દેતા માતાની હાલત દયનીય બની હતી. પરંતુ ત્રણ વર્ષ ભાડુઆત તરીકે રહેલ મુસ્લિમ યુવક નર્મદાબેન માટે દેવદૂત સાબિત થયો છે.
સુરતના નર્મદા બેનના દીકરાનું મૃત્યુ એક વર્ષ પહેલા બીમારીમાં થયું હતું. દીકરાના મોત બાદ માતાનો જાણે આધાર છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વહુ નર્મદાબેનને રાખતા ન હતા. જેથી તેઓ તેમની પુત્રીના ઘરે રહેવા ગયા હતા. પરંતું પુત્રીઓએ માતાને લૂટી લીધી હતી. ઘરેણા અને પૈસા લઈ અને માતાને રસ્તે રઝળતી હાલતમાં રહેવા મજબૂર કર્યા હતા. આવી સ્થિતિમાં મુસ્લિમ યુવક મોસીન નર્મદાબેનની મદદે પહોંચ્યો હતો.
મોસીન નર્મદા બેનને પોતાના ઘરે બે દિવસ પરિવાર સાથે રાખ્યા હતા. જોકે બાદમાં બા એ તેમને વૃદ્ધાશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ મોકલવાનું કહેતા તેમણે શેલ્ટર હોમના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમને શેલ્ટર હોમ લાવવામાં આવ્યા હતા. પરંતુ જે સમયે નર્મદા બેન મોસીનભાઈનું ઘર છોડી રહ્યા હતા, તે સમયે બા અને પરિવારના દરેક સભ્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. આ અંગે નર્મદાબેનએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 85 વર્ષ હશે. મારા દીકરાનું મૃત્યુ થયું અને ડિમોલિશનમાં ઘર પણ જતું રહ્યું તેથી હું મારી દીકરીને ત્યાં રહેવા ગઈ હતી. પરંતુ તેને પણ વૃદ્ધ માતા ગમી નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT