ગુજરાતમાં પહેલીવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ લેપટોપથી પરીક્ષા આપી, 3 કલાક સુધી આ રીતે લખ્યા જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થવાનું છે. ત્યારે વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ પહેલીવાર લેપટોપમાં પરીક્ષા આપી હતી. શહેરની 24 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 વિદ્યાર્થીઓએ રાઈટર સાથે પરીક્ષા આપી હતી.

બે વિદ્યાર્થીઓએ રાઈટર વગર આવી બોર્ડની પરીક્ષા
વડોદરામાં બોર્ડની પરીક્ષામાં બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી. કોઈ રાઈટર પર નિર્ભર રહેવાના બદલે વિદ્યાર્થિની એશા મકવાણાએ લેપટોપ પર પ્રશ્નોના જવાબો લખીને પરીક્ષા આપી હતી. જ્યારે અન્ય એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી અનુજ પાંડેએ બ્રેઈલ લીપીમાં સવાલો વાંચીને જાતે જ જવાબો લખ્યા હતા. આ માટે અનુજને એક અલગ વર્ગખંડ ફાળવવામાં આવ્યો હતો.

લેપટોપમાં જવાબો કેવી રીતે લખ્યા?
એશાએ લેપટોપમાં જવાબ લખીને પરીક્ષા આપી ત્યારે સવાલ એ થાય છે કે બ્લાઈન્ડ હોવા છતાં એશાને કેવી રીતે ખબર પડે કે તેણે ટાઈપ કરેલી કી ચાલી છે. તો આ માટે લેપટોપમાં એક સ્ક્રીન રીડિંગ એનવીડીએ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. એશા જે પણ લખે તે સોફ્ટવેર વાંચીને સંભળાવે. આમ એશાએ બ્રેઈલ લિપીથી પ્રશ્નપત્ર વાંચીને રાઈટલ વગર જ લેપટોપમાં જવાબો લખ્યા હતા. આ માટે તે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહી હતી અને ધો.10ની પ્રિલિમનરી પરીક્ષામાં પણ 80 ટકા માર્ક્સ લાવી હતી. આમ એશાએ લેપટોપ પર પરીક્ષા આપીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એક નવી શરૂઆત કરી છે.

ADVERTISEMENT

પ્રથમ દિવસે ગેરરીતિના બે કિસ્સા આવ્યા
ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ગેરરીતિના બે કિસ્સાઓ નોંધાયા હતા. જેમાં ધોરણ 10માં એક અને ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સના પેપરમાં એક એમ કુલ બે વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાયા હતા. બંને વિદ્યાર્થીઓ વડોદરાના હતા.

    follow whatsapp

    ADVERTISEMENT