રાજકોટમાં મોબાઈલની દુકાનમાં ટાઈમર બોમ્બથી કરવામાં આવ્યો હતો બ્લાસ્ટ, યુ ટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ: શહેરના ગુંદાવાડી વિસ્તારમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક રહસ્યમય ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજે પાર્સલ મૂકી ગઈ હતી અને લાંબા સમય સુધી પરત ન ફરતી હતી. દુકાનદારે દુકાન બંધ રાતે ઘરે ચાલ્યો ગયો હતો. આ દરમિયાન રાત્રે અચાનક વિસ્ફોટ થતાં પાર્સલમાં આગ લાગી હતી. આગમાં મોબાઈલ એસેસરીઝ બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં આજે મોટો ખુલાસો થયો છે. તપાસમાં માલૂમ પડ્યું કે ધંધાની રેસમાં જીજાજીએ યુટ્યુબ દ્વારા ટાઈમર બોમ્બ બનાવ્યો અને દુકાનમાં જ બ્લાસ્ટ કર્યો.

સાળા અને જીજાએ બોમ્બ ધરાવતું પાર્સલ મહિલાને આપ્યું અને દુકાનમાં રાખ્યું. જોકે, મહિલા પોલીસને કહી રહી છે કે પાર્સલમાં બોમ્બ હોવાની તેને જાણ નહોતી. આરોપી ડોલી પડરિયા 32 વર્ષની છે. અને તે પોતે અપરિણીત છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે અન્ય આરોપી પાસેથી મોબાઈલ એસેસરીઝ ખરીદતી હતી અને તેને ઓનલાઈન વેચતી હતી. જેના દ્વારા તે આરોપીના સંપર્કમાં આવી હતી. જ્યારે મહિલા પાર્સલ લઈને આવી ત્યારે તેની પાસે રમકડાની કાર હતી અને તેમાં ટાઈમર બોમ્બ મૂક્યો હતો. સાંજે મહિલાએ દુકાનના ટેબલ પર પાર્સલ છોડી દીધું. બાદમાં મહિલા પાર્સલ લેવા ન આવતાં દુકાન માલિકે દુકાનમાં જ પાર્સલ મૂકી દીધું હતું.

ધંધાકીય હરિફાઈના કારણે મૂક્યો બોમ્બ
જોકે,મોડી રાત્રે 2.48 વાગ્યે પાર્સલમાં રાખેલો ટાઈમર બોમ્બ ફૂટ્યો અને દુકાનમાં આગ લાગી ગઈ. બોમ્બ બનાવનાર આરોપીએ પાર્સલ રાખનાર ડોલીને બોક્સમાં રેકોર્ડર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ દુકાનમાં ધંધાની રેસમાં પાછળ હોવાથી પાર્સલ ત્યાં જ રાખવા જણાવ્યું હતું અને દુકાનના માલિકે ઓડિયો રેકોર્ડ કરવા માટે, આ જ વાત આરોપીએ મહિલાને કહી હતી અને મહિલા અજાણ હતી કે પાર્સલમાં બોમ્બ છે.

ADVERTISEMENT

જાણો શું કહ્યું દુકાન માલિકે
મોબાઈલ દુકાનના માલિક ભાવરામ ચૌધરીએ 7મીએ શુક્રવારના રોજ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું કે ગુરુવારે મધ્યરાત્રિએ તેમની દુકાનમાં લાગેલી આગ અકસ્માત નહીં પરંતુ કાવતરું હતું, ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના વેશમાં આવી હતી અને પોતાની સાથે લાવેલી પાર્સલ ભૂલી ગઈ હોવાનો ઢોંગ કર્યો હતો. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભાવરામે દુકાનની અંદર પાર્સલ રાખ્યું હતું અને મધરાતે તે પાર્સલમાં આગ કેવી રીતે લાગી હતી. પોલીસે જ્યારે દુકાનના સીસીટીવી ચેક કર્યા તો સીસીટીવી કેમેરામાં પાર્સલ રાખનારી મહિલા જોવા મળી હતી. પરંતુ મહિલાએ ચુન્રીથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. જેથી પોલીસ માટે પણ આ કિસ્સો પડકાર સમાન હતો.

ધંધાકીય અદાવતના કારણે આ બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કાલારામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળા શ્રવણ દ્વારા કરવામાં આવ્યું હતું.બંને આરોપીઓની પૂછપરછમાં પાર્સલ છોડીને જતી ડોલી પાડરીયા નામની 32 વર્ષીય મહિલાનું નામ ખુલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી.ભાવરામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંનેની દુકાનો ભાડે છે. બંને દુકાનના માલિક એક જ વ્યક્તિ છે, ધંધાકીય અદાવતમાં ગુજરાત મોબાઈલ ઓપરેટર ભાવરામે આરોપી કાલારામ પાસેથી રાજકોટ બસપોર્ટ પાસેની દુકાન ખાલી કરાવી અને દુકાનના માલિક પાસેથી ભાડું લેવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: નડિયાદઃ પાર્ક કરેલી કાર અચાનક રોંગ સાઈડ લેતા મોપેડ ચાલક મહિલા નીચે પટકાઈ, ક્ષણમાં મળ્યું મોત

ADVERTISEMENT

થઈ શકે છે આજીવન કેદની સજા
કાલારામ અને તેના સાળા શ્રવણે ભવરામ ચૌધરીના ધંધાને છીનવી લેવા અને આર્થિક નુકસાન પહોંચાડવા માટે આ કાવતરું ઘડ્યું હતું. બંનેએ દારૂગોળો કાઢીને બેગમાં રાખ્યો હતો અને મોબાઈલની બેટરી, ઈલેક્ટ્રીક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરીને દેશી બોમ્બ બનાવ્યો હતો અને તેમાં સમય નક્કી કર્યો હતો. બોમ્બ તૈયાર થઈ ગયા પછી કાલારામે પોતાની દુકાનથી મોબાઈલ એસેસરીઝ લઈ જનાર અને ઓનલાઈન બિઝનેસ કરનાર ડોલીને આ કાંડમાં જોડી હતી. તેને ગુજરાત મોબાઈલમાં બોમ્બ ધરાવતું પાર્સલ મૂકવાની ભૂમિકા સોંપવામાં આવી. ગુરુવારે સાંજે ડોલી પાર્સલ લઈને નીકળી હતી અને 2.48 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસે IPCની કલમ 436, 286, 120B અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 1908ની કલમ 3, 5, 6 હેઠળ કેસ નોંધ્યો છે. આ ગુનામાં આરોપીને 10 વર્ષની આજીવન કેદની સજા થઈ શકે છે.

 તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT