Bhavnagar: રોલિંગ મીલમાં બ્લાસ્ટથી 2 શ્રમિકોના મોત, 4 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી
Bhavnagar News: ભાવનગરમાં ગુરુવારે વહેલી સવારે એક દુઃખદ ઘટના ઘટી હતી. જિલ્લાના સિહોરમાં આવેલી રોલિંગ મીલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેમાં બે શ્રમિકોના…
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગરમાં ગુરુવારે વહેલી સવારે એક દુઃખદ ઘટના ઘટી હતી. જિલ્લાના સિહોરમાં આવેલી રોલિંગ મીલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે કુલ 4 જેટલા મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તો હજુ પણ 3 મજૂરો ગુમ છે. ત્યારે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે તપાસ બાદ જ જાણી શકાશે.
ફેક્ટરીમાં બ્લાસ્ટથી મજૂરો દાઝ્યા
વિગતો મુજબ, ભાવનગરના સિહોરમાં આવેલી GIDCમાં એમ.ડી રૂદ્રા નામની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્યાં કામ કરતા 4 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેમને સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તપાસમાં એક મજૂરનું સ્થળ પર મોત થઈ ગયું હતું. તો અન્ય મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
હજુ 3 મજૂરો લાપતા
ખાસ વાત એ છે કે ઘટના સમયે કુલ 7 મજૂરો અંદર કામ કરતા હતો, જોકે હજુ 3 મજૂરો લાપતા છે. બીજી તરફ એમ.ડી રુદ્રા રોલિંગ મીલના સંચાલકો મીડિયાને અંદર પ્રવેશતા પણ રોકી રહ્યા છે. આ બ્લાસ્ટમાં રતિલાલ નામના મજૂરનું ઘટના સ્થળે થયું હતું મોત જ્યારે અન્ય સારવાર લઈ રહેલા પરસોત્તમ નામનાં મજૂરનું હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે હજુ ત્રણ મજૂર સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ માં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT