ગોઝારો રવિવાર: રાજ્યમાં અકસ્માતની 3 ઘટનામાં 3 લોકોનાં નિપજ્યાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રવિવાર પણ રાજ્ય માટે ખુબ જ કાળમુખો રહ્યો હતો. આજે રાજ્યના ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતની ઘટના બની હતી. ભરૂચના નર્મદામૈયા બ્રિજ પર અકસ્માત થયો હતો. જ્યારે બીજો અકસ્માત વલસાડના બરઈ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રીજા બનાવમાં સુરત ખાતે એક યુવકનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે.

નર્મદામૈયા બ્રિજ પર ગાડીએ વાહનોને અડફેટે લીધા
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 લોકોને ઇજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે સદનસીબે કોઇ મૃત્યુ નથી થયું. અકસ્માતના પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર ટ્રાફિક જામ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગાડીએ બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

વલસાડમાં 2 બાઇકો સામસામે અથડાતા બેનાં મોત
અકસ્માતની બીજી ઘટનામાં વલસાડના બરઈ ગામે 2 બાઈકો ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનાં મોત નિપજ્યાં હતા. સામસામે અથડાયેલી બાઇકમાં સગા કાકા-ભત્રિજાનું મોત નિપજ્યું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ત્રણ દિવસ બાદ યુવકના લગ્ન હતા અને અકસ્માત થયો
ત્રીજી ઘટના સુરત શહેરમાં બની હતી. શહેરના ગોડાદરા બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા યુવકનું મોત નીપજ્ હતું. 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. પરિવાર પર આભ ફાટ્યું હતું. લગ્નના ત્રણ દિવસ પહેલાં યુવકનું મોત નિપજ્યું હતું. પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT