મોડાસામાં બ્રાન્ડેડ કંપનીના તેલના નામે ચાલતો હતો કાળો કારોબાર, SOG એ આ રીતે ફોડ્યો ભાંડો
અરવલ્લી: રાજ્યમાં ડુપ્લિકેટનો વેપાર ધામ ધોકાર ચાલી રહ્યો છે. ડુપ્લિકેટ જીરું અને વરિયાળી બાદ હવે બ્રાન્ડેડ તેલના નામે અન્ય તેલ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે…
ADVERTISEMENT
અરવલ્લી: રાજ્યમાં ડુપ્લિકેટનો વેપાર ધામ ધોકાર ચાલી રહ્યો છે. ડુપ્લિકેટ જીરું અને વરિયાળી બાદ હવે બ્રાન્ડેડ તેલના નામે અન્ય તેલ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે . મોડાસા GIDCમાંથી તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબ્બાનું પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. SOGની ટીમે દરોડો પાડીને 8 ડબ્બા, 36 સ્ટીકર અને ડબ્બાના 38 બૂચ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્રાન્ડેડ કંપનીના તેલના નામે અન્ય તેલ ભરી અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ મામલે SOG ને બાતમી મળી હતી. ત્યારે મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેક્ટરીમાં બાતમી આધારે કરી રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે તિરૂપતિ કપાસિયા તેલ ના ડુપ્લીકેટ 36 સ્ટીકર,38 નંગ બુચ તેમજ 15 કિલો તેલ ભરેલા આઠ ડબ્બા સહીત કુલ રૂપિયા 18816 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે SOG એ દંડો ઉગામ્યો છે, લક્ષ્મી પ્રોટીન્સ ફેકટરીમાં કંપની ચાલતી હતી. નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ કરતા હતા. જૂના ડબ્બા પર અન્ય તેલ ભરી તિરુપતિ કપાસિયા તેલના સ્ટિકર લગાવતા હતા. ત્યારે હવે પોલીસે રેડ આમ નકલી તેલ વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો હતો.
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ સાથે કોપીરાઈટ એક્ટ ની કલમ 63,64 મુજબ મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. SOG એ મોડાસા બસ સ્ટેશન નજીકની લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અમિત કુમાર કિશનલાલ શાહની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(વિથ ઈનપુટ હિતેશ સુતરીયા, અરવલ્લી )
ADVERTISEMENT
ADVERTISEMENT