ભાજપનું મિશન 2024: લોકસભાની ચૂંટણી પૂર્વે BJPએ ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની કરી રચના, જુઓ કોનો-કોનો સમાવેશ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Lok Sabha Election 2024: દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ 8 સિનિયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપ્યા બાદ હવે ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રદેશ સ્તરે 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ભરત બોઘરાને બનાવાયા કમિટીના અધ્યક્ષ

લોકસભાની ચૂંટણીને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. ભાજપ દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રીનિંગ કમિટીમાં ભરત બોઘરાને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

પ્રદેશ સ્તરે 5 નેતાઓને સોંપાઈ જવાબદારી

જ્યારે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા, સુરેન્દ્રનગર-વઢવાણ બેઠકના ધારાસભ્ય જગદીશ મકવાણાનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક તથા યુવા મોરચામાંથી હિમાંશુ પટેલનો પણ સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

લોકોને ભાજપમાં જોડવા કરશે સંકલન

આપને જણાવી દઈએ કે, અન્ય પક્ષોમાંથી નેતાઓ, કી વોટર, સામાજિક આગેવાનો અને યુવાનોને જોડવા માટે આ સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા માટે આ 5 નેતાઓ સંકલન કરશે. આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી આપવામાં આવશે.

26 બેઠકો માટે 8 નેતાઓને જવાબદારી સોંપાઈ

1. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર, જૂનાગઢ, અમરેલી

ADVERTISEMENT

2. પ્રદીપસિંહ જાડેજા
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ લોકસભાની જવાબદારી સોંપાઈ

ADVERTISEMENT

3. આર.સી. ફળદુ
રાજકોટ, જામનગર, પોરબંદર

4. નરહરિ અમીન
ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ

5. કે. સી. પટેલ
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર

6. અમિત ઠાકર
બનાસકાંઠા પાટણ કચ્છ

7. બાબુભાઈ જેબલિયા
સુરેન્દ્ર નગર મહેસાણા, સાબરકાંઠા

8. જ્યોતિબેન પંડ્યા 
સુરત, નવસારી, બારડોલી, વલસાડ

 

    follow whatsapp

    ADVERTISEMENT