લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો મોટો ખેલ, કોંગ્રેસના સિનિયર નેતા જોડાયા ભાજપમાં
ધનેશ પરમાર, બનાસકાંઠા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા પોતાના અધ્યક્ષ બદલી…
ADVERTISEMENT
ધનેશ પરમાર, બનાસકાંઠા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા પોતાના અધ્યક્ષ બદલી અને ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપ હવે નેતાઓના ઓપરેશન પાર પાડવા લાગ્યું છે. આજે કોંગ્રેસના 35 વર્ષ જૂના નેતા વિધાવત રીતે ભાજપમાં જોડાયા છે. ગોવા રબારીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપમાં એન્ટ્રી મેળવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 17 બેઠકો મળી હતી. ત્યારે હવે કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. આ દરમિયાન આજે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સાંભળવા જઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના પીઢનેતા ગોવા રબારીએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગોવા રબારીની
ડીસા એપીએમસીમાં કોંગ્રેસ ગુમાવશે સ્થાન
ડીસા એપીએમસી ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ચૂંટણીમાં માવજી દેસાઈ ની ભાજપ પેનલ ના નવ ઉમેદવારો અને સામા પક્ષે કોગ્રેસ ના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યાં હતા. આમ એપીએમસી માં રબારી સમાજ ના આગેવાન, વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલ નો દબદબો યથાવત રહ્યો હતો અને સામે પક્ષે કોગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈની પેનલ નો કારમો પરાજય થયો હતો. ત્યારે હવે ગોવા રબારી ભાજપમાં જોડાતા ડીસા એપીએમસીમાં કોંગ્રેસ પોતાનું સ્થાન ગુમાવશે.
ADVERTISEMENT
કોંગ્રેસના સિનિયર નેતા
ગોવાભાઈ દેસાઈ (રબારી) કોંગ્રેસના એક સિનિયર નેતા છે. તેઓ સાત વખત કોંગ્રેસ માંથી ધારાસભ્યની ચૂંટણી લડેલાં છે. તેઓ ધાનેરામાં 1995માં કોંગ્રેસ માંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ગોવાભાઈ ડીસામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીની હાર થઈ હતી.
જગદીશ ઠાકોરને પત્ર લખી ધરી દીધું રાજીનામું
રાજીનામા અંગે ગોવા રબારીએ જગદીશ ઠાકોરને તેમણે પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તારના લોકોના કામ સંતોષ પૂર્વક રીતે થઈ શકતા નથી. તેથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાં મારા વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT
જાણો કોણ છે ગોવા રબારી
છેલ્લે 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે વર્ષ 2022ની ચૂંટણીમાં ગોવા ભાઈ મેદાને નહોતા પરંતુ તેમના પુત્ર સંજય રબારી મેદાને ઉતર્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ADVERTISEMENT
ગોવા રબારીની પોતાના સમાજ પર મજબૂત પકડ
ગોવાભાઈ દેસાઈ માત્ર બનાસકાંઠા નહિ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માં રબારી સમાજના મોભી નેતા છે .તેમની રબારી સમાજમાં મોટી પકડ છે.જેનો સીધો લાભ હવે ભાજપ આવનાર લોકસભા 2024 ની ચૂંટણીમાં લઈ તેમના 5 લાખ સરસાઇના લક્ષ્યાંકને પાર પાડશે.
ADVERTISEMENT