રાજકોટમાં ભાજપના કોર્પોરેટર સામે ભાજપના જ મહિલા આગેવાને ફરિયાદ નોંધાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ભાજપના કોર્પોરેટર સામે ભાજપના જ મહિલા મોરચાના ઉપપ્રમુખે ફરિયાદ નોંધાવી છે. ભાજપના મહિલા કાર્યકરનો આક્ષેપ છે કે, કોર્પોરેટર વિરુદ્ધ રજૂઆત કરતા આ વાતનો ખાર રાખીને કોર્પોરેટરે એક્ટિવાથી હડફેટે લીધા અને અપશબ્દો કહીને માર માર્યો હતો, જેમાં તેમના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ મામલે ભાજપના મહિલાએ કાર્યકરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કોર્પોરેટરે ભાજપના મહિલા કાર્યકર સાાથે એક્ટિવા અથડાવી
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 20મી જુલાઈના રોજ રાજકોટ મનપાના વોર્ડ નં.18ના ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાજપની કારોબારી બેઠકમાં ભાગ લઈને રાતના સમયે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કોર્પોરેટર સંજયસિંહ રાણાએ પાછળથી આવીને એક્ટિવા ભટકાડ્યું હતું. આ સાથે જ સંજયસિંહે કહ્યું કે, મારી વિરુદ્ધ મીટિંગમાં તમે કેમ રજૂઆત કરો છો, તેમ કહીને અપશબ્દો કહેવા લાગ્યો અને ફરીથી એક્ટિવા મહિલા કાર્યકર સાથે ભટકાડ્યું હતું.

ઈજાગ્રસ્ત મહિલા કાર્યકરને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા
આ બાદ કોર્પોરેટરે મહિલા કાર્યકરના હાથમાં મારતા તેમને અંગુઠામાં ઈજા પણ પહોંચી હતી, જેથી તેમની સાથે રહેલા અન્ય મહિલા કાર્યકરો તથા સ્થાનિકો વચ્ચે પડ્યા હતા. ત્યારે સંજયસિંહે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાદ ઈજાગ્રસ્ત મહિલા કાર્યકરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સર્જરી બાદ રજા આપવામાં આવી હતી.

ADVERTISEMENT

ઘટનાના 20 દિવસ બાદ પોલીસમાં ફરિયાદ
આ સમગ્ર ઘટનાને લઈને ભાજપના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ કરાયા હતા. પરંતુ મહિલા કાર્યકરે નમતું ન જોખતા આખરે 20 દિવસ બાદ તેમણે કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરુદ્ધ આજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કોર્પોરેટરની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT