પાટણના કોંગ્રેસ નેતાનો બફાટ- દેશને કોઈ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણઃ ગુજરાતમાં હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, વિકાસ અને શિક્ષણની વાતો પર મત માગનારા નેતાઓએ હવે ધર્મનું હથિયાર ઉગામ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. હાલમાં જ ભાજપના નેતા હિમંત બિસ્વાના લવજેહાદ વાળા નિવેદન પછી હવે કોંગ્રેસના નેતાનો બફાટ પણ સામે આવ્યો છે જેમાં તેમણે દેશને કોઈ બચાવી શકે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે તેવું કહ્યું છે. ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભાના સીટીંગ ધારાસભ્યનું ધર્મને લગતું આ પ્રકારનું નિવેદન ઘણું ચોંકાવનારું છે. કારણ કે ચૂંટણી એક લોકશાહી પર્વ છે ત્યારે સમાજો ધર્મના નામે વેચાય તેવા નિવેદનો કેટલા યોગ્ય ઠેરવી શકાય. કોંગ્રેસના નેતાના આ નિવેદન પર ભાજપ રીતસરનું તૂટી પડ્યું છે અને નિવેદની આલોચના કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

ચન્દનજી મંચ પર ભાન ભુલ્યા
સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચન્દનજી ઠાકોર સામે આવેલી ભીડ જોઈ ભાન ભુલ્યા હતા અને તેમણે વિવાદીત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, 18 પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી. તેઓએ તમારા પર ત્રાસ ગુજાર્યો અને સબસીડી બંધ કરી દીધી, હવે જાગો, આવનારા સમયમાં તેઓ આપણી પર દાદાગીરી કરશે. હું તમને ખાતરી આપું છું કે હું કોઈને દુઃખી થવા દઈશ નહીં.

ADVERTISEMENT

ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસને લીધી આડે હાથ
હવે આ નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. જે દિશા તરફ ચૂંટણી જવી જોઈતી ન હતી હવે તે દિશાઓમાં ચૂંટણી પ્રચાર જઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે આ મુદ્દે કોંગ્રેસ પર ચાબખા ચલાવતા કહ્યું કે, પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ ધર્મનું રાજકારણ રમી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યનો આવો વાણી-વિલાસ કોઇપણ રીતે ચલાવી ના લેવાય. કોંગ્રેસને હવે ખુદ કોંગ્રેસ પણ બચાવી શકે એમ નથી. માયનોરિટીનું તુષ્ટિકરણ કરનારા કોંગ્રેસની હાર નિશ્ચિત.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT