ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી, સંગઠનના પ્રભારીના નામ કર્યા જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: આવનાર વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરીઉ કરી દીધી છે. આ દરમિયાન હવે ભાજપે પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે હવે શહેર, જિલ્લા તથા મહાનગરના ભાજપના સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરી છે.

ભાજપે જાહેર કરેલ જિલ્લા તથા મહાનગરના ભાજપના સંગઠનના પ્રભારીના નામમાં કુલ 41 લોકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ તમામ વિપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.

જાણો કોને કોને સોંપવામાં આવી જવાબદારી
ગોરધન ઝડફીયાને વડોદરા શહેર ભાજપના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપના પ્રભારી તરીકે ઝવેરીભાઈ ઠકરાર, અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે સુરેશ ગોધાણીની વરણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં નૌકા બેન પટેલ અને સુરતમાં શીતળબેન સોની, ભરત બોઘરાને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જયંતીભાઈ કવાડિયાને બનાસકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે. 

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

    follow whatsapp

    ADVERTISEMENT