ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર, પ્રદેશ મહામંત્રીની હકાલપટ્ટી, 3 જિલ્લાના પ્રમુખો પણ બદલી નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત ભાજપમાં ડાંગમાં ચાલી રહેલા બળવા વચ્ચે પાર્ટીએ ફરી એકવાર સંગઠનમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. જેમાં પ્રદેશ મહામંત્રીની હકાલપટ્ટી કરવામાં આવી છે. તો 3 જિલ્લામાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ખાસ તો પ્રદેશ મહામંત્રી કક્ષાના નેતાને પડતા મુકાતા ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી
ભાજપે પ્રદેશ મહામંત્રી પદે રહેલા ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી કરી દીધી છે. ભાર્ગવ ભટ્ટ પાસે મધ્ય ઝોનની જવાબદારી હતી, જોકે હવે તેમની પાર્ટી દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે. બીજી તરફ આગામી દિવસોમાં હજુ પણ ઘણા નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે.

3 જિલ્લામાં નવા પ્રમુખની વરણી
તો ત્રણ જિલ્લાઓમાં નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં મહેન્દ્રભાઈ પિઠીયા, પોરબંદર જિલ્લામાં રમેશભાઈ ઓડેદરા અને ડાંગમાં કિશોરભાઈ ગાવીત જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ખાસ વાત છે કે, તાજેતરમાં જ ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામા લેવાઈ ગયા હતા. રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખે ત્રણેય જિલ્લામાં નવા પ્રમુખની વરણી કરી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT