BJP: રાજકોટ કોંગ્રેસમાં મોટું ગાબડુ, AAP-કોંગ્રેસના 2100 થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

gandhinagar letest news: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાને પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા પદેથી હટાવ્યા બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે. અર્જુન ખાટરિયા સહિત 40 આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.આ ઉપરાંત રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000થી વધારે કાર્યકર્તાઓ, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવારો, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, પૂર્વ કોર્પોરેટરો સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી.

બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટી યોજી હતી

આજે કમલમ ખાતે ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યુ હતું. રાજકોટ જિ.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જૂન ખાટરીયા, શારદા ધડુક જેવા દિગ્ગજો પણ સામેલ છે જે ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત ગીતા ચાવડા, મીરા ભળોડીયા ભાજપમાં જોડાયા છે, ગીતા સોમાણીએ કૉંગ્રેસ છોડી કેસરીયો ધારણ કર્યો છે. કોટડાસાંગાણી તા.કૉંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે.

વિછિંયા તા.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.સંઘના ચેયરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા ભાજપમાં જોડાયા છે. બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટી યોજાઇ જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાની હાજરીમાં અન્ય પક્ષોના મોટા હોદ્દેદારો અને નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા હતા.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT