VIDEO: બનાસકાંઠાનો બદલો લેવા ભાજપનો તખ્તો તૈયાર? વાવ પર વર્ચસ્વની લડાઈ
Vav Assembly constituency: લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા અને પછી ગુજરાતની એકમાત્ર બેઠક છે જે ખૂબ જ વધુ ચર્ચિત છે. આ બેઠક બનાસકાંઠા છે જે ચૂંટણી પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અને જનસમર્થનના કારણે ચર્ચામાં
ADVERTISEMENT
Vav Assembly constituency: લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા અને પછી ગુજરાતની એકમાત્ર બેઠક છે જે ખૂબ જ વધુ ચર્ચિત છે. આ બેઠક બનાસકાંઠા છે જે ચૂંટણી પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અને જનસમર્થનના કારણે ચર્ચામાં હતી. જે હવે ચૂંટણી પરિણામ બાદ પણ ચર્ચામાં છે કારણ કે અહીથી કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક પર રોક લગાવી છે. આ સિવાય ગેનીબેન લોકસભાની ચૂંટણી જીત જતાં તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. જેને લઈ હાલ રાજકીય વર્તુળમાં પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે.
બનાસકાંઠાનો બદલો વાવથી?
કોંગ્રેસે આ વખતે લોકસભામાં ભાજપના ગઢમાં ગાબળું પાડ્યું છે. 10 વર્ષ બાદ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકમાંથી એક બેઠક મળી છે. જેને લઈ ભાજપને એક મોટો ઝટકો લાગ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે ભાજપ તેની આગામી રણનીતિ બનાવવામાં લાગી ગયું છે અને હવે તેની નજર વાવ વિધાનસભા બેઠક રહેશે. આગામી સમયમાં અહીં પેટા ચૂંટણી યોજાશે અને તેમાં ભાજપ ગમે તેમ કરી જીત મેળવવા માંગશે. બનાસકાંઠા લોકસભામાં હારથી ભાજપ નાખુશ છે અને વાવ વિધાનસભા જીતી બદલો લેવાનો તખ્તો તૈયાર કરી રહી છે. ભાજપ હવે ગેનબેનના ગઢમાં ગાબડુ પાડવાની તમામ કોશિશમાં લાગી ગયું છે.
ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વિપ ન મળી, જવાબદાર કોણ? દિલ્હી દરબાર જતાં પહેલા પાટિલ શું બોલ્યા
ગેનીબેન ઠાકોર શું કરશે?
ગેનીબેન ઠાકોર માટે સમ્માનની લડાઈ બની ગઈ છે. સાંસદ બન્યા પછી સૌથી મોટો પડકાર વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી છે. વાવ વિધાનસભાની મોટી જવાબદારી ગેનીબેન ઠાકોર પર રહેલી છે. કોંગ્રેસ ઉમેદવારની પસંદગીનો દારમદાર તેમના પર રહેશે. લોકસભા 2024 માં વાવથી ગેનીબેનને લીડ નહોતી મળી સામાન્ય માર્જિનથી તેમણે જીત મેળવી છે. હવે કોંગ્રેસ સામે મોટો સવાલએ છે કે તે કોને ટિકિટ આપશે?
ADVERTISEMENT
વાવ વિધાનસભાને લઈ માહિતી
- અંદાજીત કુલ 2,39,275 મતદાર
- 1,26,696 પુરુષ મતદાર
- 1,12,579 મહિલા મતદાર
- ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર
- ઠાકોર સમાજ 27.4 ટકા
- ચૌધરી પટેલ 16.3 ટકા
- દલિત 11.9 ટકા
- બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા
કોંગ્રેસથી કોને મળશે ટિકિટ?
ગુલાબસિંહ રાજપૂત (કોંગ્રેસ)
ગુલાબસિંહ થરાદ બેઠકથી રહ્યાં ધારાસભ્ય
2017 માં થરાદથી પરબત પટેલ ચૂંટાઈને આવ્યા
2019ની લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ બનાસકાંઠા લોકસભા જીત્યા
થરાદમાં પેટા ચૂંટણી યોજાઈ અને ગુલાબસિંહે બાજી મારી
2022 ની થરાદ વિધાનસભાની ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ
ગુલાબસિંહ રાજપૂતે ગેનીબેનને જીતાડવા કરી ખૂબ જ મહેનત
ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવા લોકોની માગ
ADVERTISEMENT
કે પી ગઢવી (કોંગ્રેસ)
ADVERTISEMENT
વાવ વિધાનસભાના જાણકાર
ગેનીબેન ઠાકોરના અંગત
વર્ષોથી સિનિયર કાર્યકર્તા
સલાહકાર તરીકે કર્યું મોટુ કામ
ઠાકરશી રબારી (કોંગ્રેસ)
રબારી સમાજનો વાવમાં મોટો ચહેરો
વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું કામ
બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન
ભાજપમાં આ નામ રેસમાં
સ્વરૂપજી ઠાકોર (BJP)
2022 માં લડ્યા વાવ વિધાનસભા ચૂંટણી
ગેનીબેન ઠાકોર સામે થઈ હાર
વાવ તાલુકાના ડીયોક ગામના વતની
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા
મુકેશ ઠાકોર (BJP)
મુકેશ ઠાકોર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ
2017 અને 2022 માં મહેનત કરી
શંકર ચૌધરીના નજીકના
શૈલેષ ચૌધરી (BJP)
શૈલેષ ચૌધરી પણ દાવેદાર
પરબત પટેલના પુત્ર
માર્કેટ યાર્ડના ચેરમેન
ચૌધરી સમાજમાં મોટું નામ
ADVERTISEMENT