BJP ના ધારાસભ્યોને સંસદીય કાર્યશાળામાં નથી રસ, 50 જેટલા ધારાસભ્યો રહ્યા ઘેર હાજર
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભામાં નવા ચુંટાયેલા ધારાસભ્યોને સંસદીય બાબતો સહિતની પદ્ધતિથી માહિતગાર કરાવવા માટે ગઈકાલથી બે દિવસના સંસદીય વર્કશોપમાં ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. કાર્યશાળામાં લોકસભાના અધ્યક્ષ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભામાં નવા ચુંટાયેલા ધારાસભ્યોને સંસદીય બાબતો સહિતની પદ્ધતિથી માહિતગાર કરાવવા માટે ગઈકાલથી બે દિવસના સંસદીય વર્કશોપમાં ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. કાર્યશાળામાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ધારાસભ્યોને અનેક પ્રકારની સલાહ આપી હતી. પરંતુ ગઈકાલની આ કાર્યશાળામાં 50 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હોવાનું ખુલ્યુ છે. અને આજે બીજા દિવસે પણ અડધાથી વધુ ધારાસભ્યોએ તમામ સત્રમાં હાજરી આપી ન હતી.
15 મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ સત્રનો પ્રારંભ કરાવવા માટે દિલ્હીથી પહોંચ્યા હતા અને તેઓએ આ માટે ખાસ સમય ફાળવ્યો હતો પરંતુ 50 જેટલા ધારાસભ્યો ગેરહાજર હતા. પુર્વ મુખ્યમંત્રીઓ એ પણ હાજર રહેવાનું પસંદ કર્યુ ન હતું. જ્યારે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
મોટાભાગના ભાજપના ધારાસભ્યો રહ્યા ગેરહાજર
લાખો રૂપિયાના ખર્ચે યોજાયેલા સેસનમાં જેમના લાભાર્થે આ તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં અનેકે રસ નહી દાખવતા ચર્ચાનો વિષય બન્યો છે. 15 મી વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યો છે. કાર્યશાળામાં ગેર હાજર રહેનાર 50 ધારાસભ્યમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપના જ હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
વિપક્ષ મામલે જાણો શું કહ્યું ઓમ બિરલાએ
કાલે બે દિવસય સંસદીય કાર્યશાળા વર્કશોપની શરૂઆત થઈ હતી. જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે,લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરંપરા સર્જવામાં આવી રહી છે, તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સભ્યો નિયમો, પ્રક્રિયાઓ તથા અગાઉના વર્ષોમાં થયેલ વાદ-વિવાદોથી જેટલા વધુ વાકેફ બનશે, તેટલા જ તેમના પ્રવચનો સમૃદ્ધ થશે. સૂત્રોચ્ચાર કરવા તથા વિધાનસભાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT