તળાજાના BJP MLAના પુત્રની દાદાગીરી, અકસ્માત બાદ કોન્સ્ટેબલને જાહેરમાં ફટકાર્યો, CCTVમાં કેદ ઘટના
નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરન્ટ નજીક ભાજપના ધારાસભ્ય ગૌતમ પરમારના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને બે દિવસ પહેલા સામાન્ય…
ADVERTISEMENT
નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરન્ટ નજીક ભાજપના ધારાસભ્ય ગૌતમ પરમારના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને બે દિવસ પહેલા સામાન્ય બાઇક અથડાયા બાદ માથાકુટ થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવી સામસામી બાખડ્યા હતા. દરમિયાનમાં ગંભીર હાલતે પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે લવાતા કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર ઉપર મારમાર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, ધારાસભ્યના પુત્રએ પણ તળાજા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વાહન ઓવરટેક કરતા થઈ હતી માથાકૂટ
ભાવનગરના તળાજા ખાતે બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ પોતાની કાર નં. GJ 14 AP 0753 લઇ તળાજાના દિપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ કારને ઓવરટેક કરવા જતા હતા. આ સમયે કૌન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી જતા કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી પાસે આવેલ સતનામ ધાબા પાસે સમાધાન માટે બોલાવ્યો હતો.
સમાધાન માટે બોલાવીને કર્યો હુમલો
જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામી બાખડ્યા હતા. જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ સહિત છ શખ્સોએ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને મારમાર્યો હોવાનો કોન્સ્ટેબલે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શૈલેષ ધાંધલ્યાએ પણ ગૌરવ ચૌહાણ નામના યુવકને મારમાર્યો હોવાની ગૌરવ ચૌહાણે શૈલેષ ધાંધલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT