ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે? BJP MLAએ દારૂબંધીની પોલ ખોલતા મચ્યો ખળભળાટ
Mehsana BJP MLA: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે અવારનવાર દારૂનો જથ્થો પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે મહેસાણાના કડીમાં ખૂદ ભાજપના જ ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં દારુ વેચાતો બંધ કરવા માટે પોલીસને રજૂઆત કરતા ફરી એકવાર સરકારની દારૂબંધીની નીતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
Mehsana BJP MLA: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે અવારનવાર દારૂનો જથ્થો પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે મહેસાણાના કડીમાં ખૂદ ભાજપના જ ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં દારુ વેચાતો બંધ કરવા માટે પોલીસને રજૂઆત કરતા ફરી એકવાર સરકારની દારૂબંધીની નીતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આટલું જ નહીં ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પણ મૌખિક રજૂઆત કરી છે.
કડીમાં દારૂ વેચાતો હોવાની કરી ફરિયાદ
હકીકતમાં મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે અવાર નવાર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવાના કારણે લાંબા સમયથી વિવાદમાં આવેલા કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કડીમાં વેચાતા દારૂને મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. દારૂના વેચાણને લઈને રાતા પીળા થઈ ગયેલા કરશન કાકાએ મહેસાણા જિલ્લા પોલીસવાળાને રૂબરૂ મળીને કડીમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ તેમજ ઇંગ્લિશ દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે.
પોલીસવડાને કરી રજૂઆત
ધારાસભ્ય કરશનભાઈ સોલંકી આક્ષેપ કર્યો છે કે, કડી તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ફુલ બહારમાં ચાલી રહી છે અને ઇંગ્લિશ દારૂ બિન્દાસ વેચાઈ રહ્યો છે. આ બાબતે સ્થાનિક રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા તેમને મહેસાણા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે અને પોલીસવડાએ પણ બે દિવસમાં દારૂના વેચાણ ઉપર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
ADVERTISEMENT
ધારાસભ્યએ શું કહ્યું?
અંગે MLA કરશન સોલંકીએ જણાવ્યું હતું કે, વર્તમાન લોકસભાની ચૂંટણી ટાણે પ્રચાર કામગીરીમાં રોકાયો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા દેશી અને ઇંગ્લિશ દારૂના વેચાણ તેમજ દારૂના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ગંભીર જણાતા મહેસાણા જિલ્લા પોલીસવડાને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. પોલીસવડાએ બે દિવસની અંદર આ સંબંધે કાર્યવાહી કરવા હૈયાધારણા આપી છે. બે દિવસમાં જો કાર્યવાહી નહી થાય તો હું આગળની કાર્યવાહી કરીશ.
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT
ADVERTISEMENT