સુરતમાં ભાજપના ધારાસભ્યએ વાહનો પર હિન્દુ લખેલા સ્ટીકર ચોંટાડ્યા, જાણો શું છે કારણ?
સંજયસિંહ રાઠોડ, સુરત: વાહનો પર લોકો અવનવા સ્ટીકર પોતાના શોખ મુજબ લગાવતા હોય છે. ત્યારે હવે સુરતમાં એક અલગ ઝુંબેશ શરૂ થઈ છે. સુરતમાં વાહનો…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ, સુરત: વાહનો પર લોકો અવનવા સ્ટીકર પોતાના શોખ મુજબ લગાવતા હોય છે. ત્યારે હવે સુરતમાં એક અલગ ઝુંબેશ શરૂ થઈ છે. સુરતમાં વાહનો પર હિન્દુ લખેલા સ્ટીકરો લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સામાન્ય લોકો ઉપરાંત ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ જોડાયા હતા. ધારાસભ્ય મનુભાઈ પટેલે પોતાના હાથે વાહનો પર હિન્દુ લખેલા સ્ટીકર ચોંટાડ્યા હતા.
સુરતના ઉધના વિસ્તારમાં આજે લોકોની ભારે ભીડ જોવા મળી છે. લોકોની ભીડ પોતાના વાહનો પર હિન્દુ લખેલા સ્ટીકરો લેવા માટે એકઠી થઈ ગઈ છે.સુરતની વીર ગ્રુપ સંસ્થા દ્વારા વાહનો પર હિન્દુ લખેલા સ્ટીકર લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સંસ્થાના આ કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને યુવાન છોકરાઓ ઉમટી પડ્યા હતા. કાર કે મોટરસાઈકલ પર હિન્દુ સ્ટીકરો ચોંટાડવામાં આવી રહ્યા હતા.આ કાર્યક્રમ જ્યાં ચાલી રહ્યો હતો તે ઉધના વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પોતાના હાથે કાર અને મોટર સાયકલ પર હિન્દુ લખેલા સ્ટીકરો લગાવ્યા હતા.
ધારાસભ્ય મનુભાઈ પટેલ જોડાયા ઝુંબેશમાં
ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર એ આપણા સૌનું હિન્દુ રાષ્ટ્ર છે. અખંડ હિન્દુ રાષ્ટ્ર બને તેવી ભાવના સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.આ કાર્યક્રમ દ્વારા આ લોકોએ અખંડ હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે જે વીણા ઉપાડી છે તેને પ્રોત્સાહિત કરવામાં આવે.આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં શુભ રહે.રામ લાલા વિરાજે .
ADVERTISEMENT
યુવાનોને જાગૃત કરવા લગાવ્યા સ્ટીકર : આયોજક
હિન્દુ સ્ટીકરો ચોંટાડવાના કાર્યક્રમનું આયોજન કરનાર શિવમ સિંહે કહ્યું કે આવા સ્ટીકરો લગાવીને તેઓ હિન્દુઓ ખાસ કરીને યુવાનોને જાગૃત કરવા માંગે છે.તેમનો ટાર્ગેટ લગભગ 1000 સ્ટીકરો લગાવવાનો હતો.તેમને મહારાષ્ટ્ર બહારથી સ્ટીકરો લગાવવા માટે કોલ આવી રહ્યા છે. માત્ર સુરતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવા કાર્યક્રમનું આયોજન કરવા માંગે છે.
હિન્દુ સ્ટીકર વિતરણ કાર્યક્રમના સહ સંયોજક નીરજ શર્માએ જણાવ્યું હતું કે 18 થી 25 વર્ષના યુવાનો હિન્દુ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે.હિંદુ યુવાનો આવી ઘટનાઓથી જાગૃત થવા માંગે છે. તેઓને પ્રેરિત કરવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમને હિંદુ ધર્મ વિશે જણાવવું જોઈએ. આપણી સંસ્કૃતિને જાણીને અને તેને સમજીને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.યુવાનોનો ઉત્સાહ જોઈને હું ખૂબ જ ખુશ છું.આપણી બહેનો અને દીકરીઓએ પણ જાગવું જોઈએ. આપણી સંસ્કૃત વિશે જાણવું જોઈએ. લવ જેહાદને બને તેટલું ટાળો અને તમારા ધર્મ સંસ્કૃત વિશે શીખો. આવા સ્ટીકરો લગાવવાથી લોકો જાગૃત થશે અને તેમનામાં જાગૃતિ આવશે. અમારો હેતુ એ પણ છે કે અમે દરેક ઘર સુધી પહોંચીને લોકોને હિન્દુત્વ વિશે જણાવીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT