VIDEO: જામનગરમાં BJP નેતાના પુત્રએ વેપારીને ડંડો લઈને ધમકાવ્યો, પછી પોલીસે પણ આવીને લાફાવાળી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: શહેરના મધ્યમાં આવેલા અને માથાના દુ:ખાવા રૂપ બનેલા બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથારાવાળાઓનો ત્રાસ અને હપ્તાખોરી કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે શાસક પક્ષના નેતાનો પુત્ર કથિત રીતે વેપારીને હાથમાં ધોકો લઈને ધમકાવતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. તો બીજી બાજુ આ સીસીટીવી વીડિયો બહાર આવ્યાની ગણતરીની કલાકોમાં નેતાઓની હાજરીમાં પોલીસે વેપારીને ફડાકાવાળી કર્યાનો બીજો સીસીટીવી વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ભાજપ નેતા કુસુમ પંડ્યાના દીકરાની ખુલ્લી દાદાગીરી
જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથારાવાળાઓનો ત્રાસ કોઈ નવી વાત નથી. વર્ષો જૂની આ સમસ્યા પોલીસ અને મહાનગરપાલિકા બંને સંયુક્ત રીતે પણ ઉકેલી શકી નથી. જેના માટે જવાબદાર છે ત્યાંની વ્યવસ્થિત રીતે ચાલતી હપ્તાખોરી ! આ હપ્તાખોરીના પૈસા એટલા દાઢે વળગ્યા છે કે તમામ તંત્ર, નેતા વગેરે તેમાં હાથ ધોઈ લે છે. હવે બર્ધન ચોક વિસ્તારમાં આવેલા એક કાપડના વેપારીને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં ધોકો લઈ રાડારાડી કરી ધમકાવતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જ્યાં શાસક પક્ષના નેતાની હાજરી પણ જોવા મળી રહી છે. જેમાં વેપારીને શાસક પક્ષના નેતાનો પુત્ર ધમકાવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે પણ વેપારીને લાફા માર્યા
તો બીજી બાજુ આ સીસીટીવી વીડિયો બહાર થવાના બે દિવસની અંદર જ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પીએસઆઈએ આ વેપારીને ફડાકાવાળી કરતો હોવાનો સીસીટીવી વીડિયો બહાર આવ્યો છે. હવે વેપારીનો આક્ષેપ છે કે આ બધુ પૈસા માટે થઈ રહ્યું છે. જયારે નેતા કહે છે કે, દબાણ દૂર કરાવી છીએ એટલે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બનાવે જામનગરના રાજકારણ અને તંત્રમાં સારી એવી ચકચાર જગાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT