BJP નેતા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, જૂની અદાવતને લઈ આપી હતી હત્યાની સોપારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી, વલસાડ : વાપી તાલુકા Bjp સંગઠનમાં ઉપપ્રમુખનો હોદ્દો સાંભળતા શૈલેષ પટેલ પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે વાપી તાલુકા BJP ના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરીગ હત્યા નો ભેદ ઉકેલાયો છે. જૂની અદાવત મામલે બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલના કારણે હત્યા થઈ હોવાનું ખૂલ્યું છે. ત્યારે પોલીસે આ મામલે 5 આરોપીની ધરપકડ કરી છે.

જૂની અદાવતને લઈ વાપી તાલુકા BJP ના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ શાર્પ શૂટરોને સોપારી આપી હતી.3 લેયરમાં કોન્ટ્રાક્ટ કિલરોને હત્યા માટે રૂપિયા 19 લાખની સોપારી આપી હતી. ત્યારે હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે 1600 કિલોમીટર સુધીના અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા . ત્યારે હવે કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મુખ્યા સુધી પહોંચવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે પોલીસે શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ,મિતેશ ઈશ્વર પટેલ,અજય સુમન ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનું સિંગની ધરપકડ કરી છે.

મંદિરે પરિવાર સાથે દર્શને ગયા હતા અને ફાયરીંગ થયું
કોચરવા ગામન વતની અને BJP ના નેતા તથા વાપી તાલુકા પ્રમુખ શૈલેષ પટેલ વાપીના રાતા ખાડી ગામે શિવ મંદિરે તેમના પરિવાર સાથે સવારે દર્શન કરવા ગયા હતા. તે સમયે તેઓ કારમાં બેઠા હતા અને અચાનક બે હુમલાખોર બાઈક પર આવ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT