BREAKING: વલસાડમાં મંદિરે દર્શન કરવા જતા BJP નેતા પર ધડાધડ ફાયરિંગ, 3 ગોળી વાગતા મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના રાતા ગામમાં શિવ મંદિર દર્શને ગયેલા વાપી ભાજપ ઉપ પ્રમુખની હત્યા કરવાનો બનાવ બન્યો છે. જૂની અદાવતમાં ભાજપ ઉપ પ્રમુખ પર ધડાધડ ફાયરિંગ કરાતા તેમને 3 જેટલી ગોળીઓ વાગી હતી. આથી તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

મંદિર શિવજીના દર્શન કરવા જતા હતા અને હત્યા કરાઈ
વિગતો મુજબ, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ વાપીના રાતા ગામમાં શિવજીના મંદિરે પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક રીતે જૂના અંગત અદાવતમાં શૈલેષ પટેલની હત્યા કરાઈ હોવાની આશંકા છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

કોચરવા ગામના નામોટા ફળિયામાં રહેતા હતા
નોંધનીય છે કે, શૈલેષ પટેલ કોચરવા ગામના નામોટા ફળિયામાં રહતા હતા. ગોળીબાર થતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ઘટના સ્થળે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો

    follow whatsapp

    ADVERTISEMENT