BJP નેતાએ ટોલનાકે 3 લોકોને ઉડાડ્યા, અમદાવાદ-દાહોદમાં હિટ એન્ડ રન

ADVERTISEMENT

BJP Leader accident
BJP Leader accident
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં જાણે કે પોલીસનો ભય હવે ધીરે ધીરે વિસરાતો જઇ રહ્યો હોય તેવું લાગ્યું છે. તથ્યકાંડ છતા પણ લોકો બેફામ ગાડીઓ દોડાવી રહ્યા છે. રાજ્યમાં વડોદરામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ બાદ મહિલાએ કરેલા હોબાળાનો ચોંકાવનારો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યાં રાજકોટમાંથી પણ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઉપલેટામાં કાર ચાલકે ટોલ ટેક્સ ચુકવીને બહાર આવતાની સાથે જ 3 લોકો પર ગાડી ચડાવી દીધાની ચોંકાવનારી ઘટના બની હતી.

ઉપલેટામાં ભાજપ નેતાએ 3 લોકોને ઉડાવ્યા

ઉપલેટામાં ટોલ ટેક્સ પર યુવકો પર કાર ચડાવી દીધી હતી. કાર ચડાવનારી વ્યક્તિ ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રસિક ચાવડાનો ભાઇ કલ્પેશ ચાવડા હોવાનું સામે આવ્યું છે. જેણે 3 વ્યક્તિઓને ટક્કર માર્યા બાદ ફરાર થઇ ગયો હતો. જેમાં 1 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

સોનીની ચાલી નજીક બાઇક ચાલકે એક વ્યક્તિને ઉડાવ્યો

બીજી એક ઘટનામાં રખિયાલમાં સોનીની ચાલી નજીક અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બાઇક ચાલકે બેફામ રીતે બાઇક ચલાવી હતી. જેમાં પુરપાટ ઝડપે બાઇક ચલાવીને રસ્તો પસાર કરી રહેલા એક વ્યક્તિને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તો ટ્રાફીક પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

ADVERTISEMENT

દાહોદમાં અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી

દાહોદના ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સતી તોરલ હોટલ નજીક અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. હાલ તો તાલુકા પોલીસે તપાસ આદરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT