ભાજપના નેતાને જાહેરમાં તલવારથી કેક કાપવી ભારે પડી, નોંધાઈ પોલીસ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર: ભાજપના નેતાને જાણે કઈ પણ કરવાનો પરવાનો મળ્યો હોય તેમ એક બાદ એક કાંડમાં જોડાતા આવે છે. આ દરમિયાન ગઈકાલે અમરેલીના સાવરકુંડલામાં ભાજપના નેતા જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે બીજી તરફ ભાજપના નેતાએ લુણાવાડામાં જાહેરમાં પોતાના સમર્થકો સાથે તલવાર વડે બર્થડે કેક કાપી બર્થડેની ઉજવણી કરી હતી. આ જનંદીવાસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. અને લુણાવાડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય ભિમસિંહ બારીયા વિરુદ્ધ જાહેરનામનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધી.

શુ છે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ
અગાઉ લુણાવાડા તાલુકા પંચાયતાના માજી પ્રમુખ સંજયકુમાર ભીમસિંહ બારીઆના જન્મ વર્ષ ગાંઠ નિમીત્તે એક ગાડીના બોનેટ ઉપર છ થી સાત જેટલી કેક તલવાર વડે કાપેલાનુ વોટ્સઅપ ઉપર સમાચાર પ્રસિધ્ધ થયેલ હતા. જે મામલે પોલીસે તપાસ કરતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે

શુ હતો મામલો
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તાલુકાના નમનાર ગામે રહેતા અને લુણાવાડા તાલુકા પંચાયત તરીકે પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે તેમની પત્ની ફરજ બજાવે છે. તેમના પતિ અને ભાજપના નેતા એવા સંજય બારીયાએ પોતાના જન્મ દિવસ નિમિત્તે જાણે નેતાનો રોફ મારતા હોય તેમ તલવારથી કેક કાપી હતી. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો . પૂર્વ પ્રમુખે પોતના સમર્થકો સાથે ગાડીના બોનેટ પર સાત જેટલી કેક તલવાર વડે કાપી પોતાના બર્થ ડેની ઉજવણીમાં ભાન ભૂલીને તલવારથી કેક કાપી હતી. ઉલ્લેખનીય છે કે આ જ પૂર્વ પ્રમુખ સંજય બારીયાએ થોડા દિવસ અગાઉ એક નિવૃત્ત આર્મી મેનના ઘરે જઈ પરિવાર પર હુમલો કર્યો હતો. અને જે બાબતે આર્મી મેનેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. અને તે કેસ તો હજુ ચાલી રહ્યો છે ત્યારે તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે. ત્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT