ભાજપના નેતા છેક રાજસ્થાનમાં જઇ કૌભાંડ કરી આવ્યા, પોલીસ ફરિયાદ દાખલ
ડીસા : માર્કેટયાર્ડના ચેરમને અને ભાજપના નેતા માવજી દેસાઇ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી આવાસ યોજન હેઠળ…
ADVERTISEMENT
ડીસા : માર્કેટયાર્ડના ચેરમને અને ભાજપના નેતા માવજી દેસાઇ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી આવાસ યોજન હેઠળ બનેલા મકાનમાં મટીરિયલ પુરૂ પાડતા વેપારીના નાણાની ચુકવણી નહી કરવાના કારણે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેના પગલે ઉદયપુરના હિરન મગરી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ થઇ છે.
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા મવજી દેસાઇ સામે રાજસ્થાનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. મવજીદેસાઇની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડના નામે રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવાયા હતા. મટીરિયલ પુરૂ પાડનાર વેપારી સાથે કરાર કર્યા હતા. મકાનો બની ગયા બાદ એક પણ વેપારીને પૈસા ચુકવ્યાનહોતા. જેના કારણે 14 જેટલા વેપારીઓએ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
વારંવાર ઉઘરાણી છતા પૈસા ચુકવવાનો ઇન્કાર કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારીઓએ અગાઉ ઉઘરાણીઓ કરી હતી જો કે નેતાજી લાજવાના બદલે ગાજ્યા હતા અને ધમકી આપી હતી. ભાજપના નેતા હોવાનો રોફ દર્શાવ્યો હતો. જેના પગલે કંટાળેલા વેપારીઓએ આખરે મવજી દેસાઇ સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજુઆત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT