બ્રિજ નબળા બને છે કારણ કે બચેલા પૈસામાંથી કમલમ પણ બનાવવાનું હોય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ આણંદ : બોરસદ ચોકડી એ દાંડી માર્ગ પર બની રહેલ રેલવે ઓવરબ્રિજની એક તરફની દિવાલ ગતરોજ ધરાશાહી થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ચૂંટણી પણ નજીકમાં છે ત્યારે વિપક્ષ પણ આને મુદ્દો બનાવવામાં ચુકવા નથી માંગતું. આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થળ મુલાકાતે પહોંચ્યા અને તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. ભ્રષ્ટાચારના પૈસાથી ભાજપ કમલમ જેવા કાર્યાલયો બનાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આણંદમાં ઉપસ્થિત સી.આર પાટીલે પેજ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે,”કેટલીક પાર્ટીઓના કાર્યાલય એટલા માટે જ નથી બનતા કારણકે તેમના કાર્યકર્તાઓ પૈસા ખિસ્સામાં નાખે છે.” ત્યારે અમિત ચાવડાએ વળતો પ્રહાર કરતા હવે રાજકારણ ગરમાઈ ગયું છે.

ગતરોજ આણંદની બોરસદ ચોકડી પર રેલવે ઓવર બ્રિજ નીચેથી પસાર થતી આણંદ પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વહી ગયું હતું. જેને લઈને બ્રિજના રેમ્પની પ્રોટેક્શન દિવાલ ધરાશાહી થઈ ગઈ હતી. આ ઘટનામાં બ્રિજમાં ભંગાણ થતા આશરે ત્રણથી ચાર કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. મહત્વનું છે કે, આ રેલ્વે ઓવરબ્રિજ 17 ઓગસ્ટ 2020 માં 52 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી. બ્રિજની થોડીક જ કામગીરી બાકી રહી હતી પરંતુ આ ઘટના બનતા હવે બ્રિજની કામગીરી લંબાઈ છે. આ બ્રિજ બનાવતા પહેલા તે સ્થળે જો કોઈ પાલિકાની મિલકતો હોય તે ખસેડવી જરૂરી બને છે.

ADVERTISEMENT

જેમાં ગટર લાઈન પાણીની લાઈનો પણ સમાવેશ થાય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજના નિર્માણ પહેલા પાઇપલાઇનના શિફ્ટિંગની મંજૂરી કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકા પાસે માગવામાં આવી હતી. જો કે પાલિકાએ આ ખર્ચ ઉઠાવવા સ્પષ્ટ ના કહેતા આખરે બીજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને જ આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને આ દુર્ઘટના બની હતી.

આ ઘટના બનતા બ્રિજની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકા પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે એવામાં આજે આ ઘટનાને લઈને ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તેમજ નિરંજન પટેલ તમામ ધારાસભ્યોએ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ ભાજપને આડે હાથ લેતા જણાવ્યુ કે, લોકોમાં એ પણ ચર્ચા છે કે, આજ ભ્રષ્ટાચારના પૈસાથી ભાજપના જીલ્લે જીલ્લે કમલમના કાર્યલયો બને છે. કમલમના કાર્યાલયો બનાવવા માટે જે પૈસા આ કોન્ટ્રાક્ટરો પાસેથી, આ એન્જિનિયરો પાસેથી ધાકધમકી આપીને વસૂલવામાં આવે છે અને એના કારણે હલકી ગુણવતા વાળા આવા કામો થાય અને એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

ADVERTISEMENT

બ્રિજની મુલાકાત બાદ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,”સમગ્ર ગુજરાતમાં જે રીતે ભાજપના 27 વર્ષના શાસનના ભ્રષ્ટાચારના પોપડા બહાર આવી રહ્યા છે, એનો ઉત્તમ નમૂનો આજે આણંદ જિલ્લાનો આખા જિલ્લાનો ખૂબ મહત્વનો એવો બ્રિજ આજે ભાજપના ભ્રષ્ટાચારી શાસનને મીલી ભગતને કારણે તૂટી પડ્યો છે. આજે આણંદ બોરસદ ચોકડી ખાતે સમગ્ર જિલ્લાના લોકોને ઉપયોગી, રોજિંદા વ્યવહાર માટે જરૂરી એવા બ્રિજનું નિર્માણ ઘણા સમયથી ચાલે છે .

ADVERTISEMENT

જે રીતે ગઈકાલે આ બ્રિજનો કેટલો હિસ્સો પડ્યો અને બ્રિજ તૂટી પડ્યા એનાથી લોકોમાં એક ભયનો માહોલ છે. લોકોને લાગી રહ્યું છે કે, આ ભાજપના ભ્રષ્ટાચારથી બનેલો આ બ્રિજ આવનારા સમયમાં ગમે ત્યારે તૂટી પડશે અને એની ઉપર વાહન વ્યવહાર કરવો ઉપયોગ કરવો ભયજનક છે. એટલે ગુજરાતમાં તમે અમદાવાદ હોય, સુરત હોય, આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જોશો નવા જે પણ બ્રિજ બનાવે છે, નવા જે પણ રોડ બને છે, નવા જે પણ વિકાસના કામો થાય છે, એનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. બનતા ની સાથે જ તૂટવાની શરૂઆત થઈ જાય . અને આ તો જ્યારે બ્રિજ હોય અને એ તૂટે તો ભવિષ્યમાં મોટી જાનહાની થઈ શકે એવી છે.

તારે આજે અમે જિલ્લાના તમામ કોંગ્રેસના ધારાસભ્યો આગેવાનો સંકલન સમિતિમાં પણ રજૂઆત કરી છે.સ્થળ પર પણ આવ્યા છે કે જે ગુજરાતમાં અને આણંદ જિલ્લાની જનતામાં ભયનો માહોલ છે કે આવા ભયજનક બ્રિજ બનવાથી ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ બનવાથી ક્યાંક ભવિષ્યમાં મોટા અકસ્માત તો નહીં થાય ને ? ક્યાંક આ બ્રિજ પર આવનારા સમયમાં આપણે વહન કરીએ તો મોટી જાનહાની તો નહીં થાય ને? એ સ્થળ તપાસ કરવા માટે આ ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે આજે અમે બધા સ્થળ પર આવ્યા છે. સરકારના એન્જિનિયરો પણ છે, એમને પણ આટલા લાંબા સમયથી નીચે પાણીની પાઇપલાઇનનો જતી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરી, આ તો સદનસીબે ભગવાનનો આભાર માનીએ કે હજુ વાહન વ્યવહાર શરૂ થતાં પહેલાં તૂટી પડ્યો. જો વાહન વ્યવહાર શરૂ થયા બાદ તૂટી પડ્યો હોત તો મોટા પ્રમાણમાં જાનહાની થાત પણ આ એકમાત્ર ભાજપના ભ્રષ્ટાચાર ઉત્તમ નમૂનો છે અને લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આજ ભ્રષ્ટાચારના પૈસાથી કમલમ ના કાર્યાલયો બને. ”
વધુમા તેમણે ભાજપના કાર્યાલય અંગે કટાક્ષ કરતાં જણાવ્યું કે , “નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે, અને દિલ્હીમાં સરકાર પણ ભાજપની એટલે જેટલા ડિપાર્ટમેન્ટો લાગુ પડે તમામે તમામ જગ્યાએ ભાજપના વહીવટદારો છે. પણ આ વહીવટદારો લોકો માટે વહીવટ નથી કરતા. પણ ભ્રષ્ટાચાર થી કમલમના કાર્યાલયો કેવી રીતે મળે એના માટે પૈસાનો વહીવટ કરે છે. અને આ પૈસાના વહીવટના ભ્રષ્ટાચારનો ભોગ આજે આણંદ અને ગુજરાતની જનતા બની રહી છે.”

હાલ તો આ બ્રિજ નો એક ભાગ ધરાશાય થવાથી કામગીરી લંબાઈ છે અને ત્રણથી ચાર કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે ત્યારે કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે થયેલા મિસ કોમ્યુનિકેશનનો ભોગ જનતા બની રહી છે કારણ કે આ પાણીની પાઇપલાઇનમાં ભંગાર થતા તે વિસ્તારના આસપાસના રહીશોને પાણી પણ મળ્યું નથી સાથે જ હવે બ્રિજ બનવાની કામગીરી પણ લંબાઇ ગઈ છે જેને લઈને આ ઘટનામાં સરવાળે જનતા જ પીસાઈ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT