ટોરેન્ટ પાવર માટે કેમ ‘વ્હાલનો દરિયો’ છલકાય? BJP ધારાસભ્ય ભડક્યા

ADVERTISEMENT

torrent
torrent
social share
google news

સુરતઃ લોકો પાસે બાકી બિલના તોડીને ભાવ લેતા ટોરેન્ટ પાવરમાં દીવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે. સુરત કોર્પોરેશનના બાકી વેરા ટોરેન્ટ ભરતું નથી. સામાન્ય જનતા જ્યારે એક ચુક કરે તો તેને દંડનીય કાર્યવાહીનો ભોગ બનવું પડે છે ત્યારે મોટા ગજાના ધંધાઓમાં તંત્રની જીહુજુરી જોવા મળતી હોય છે. બસ આવી જ સ્થિતિ ટોરેન્ટની સામે પણ જોવા મળતી હોવાને કારણે ભાજપના નેતા જ ભડક્યા છે. ભાજપના નેતાએ ટોરેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના બાકી રહેતા 7 કરોડના વેરા ભરવાને લઈને આકરા પાણીએ થયા છે. તેમણે કહ્યાના મતલબ પ્રમાણે ટોરેન્ટ વેરો ભરે અથવા સીલ કરી દેવામાં આવે.

સામે એક મહિલા છે, થોડુ સન્માન તો કરો ઘરે પણ આવું બેહુદુ વર્તન કરો છો: CJI ચંદ્રચુડ ભડક્યા

ટોરેન્ટ પાવર માટે કેમ વ્હાલનો દરિયો?
બે મહિના બીલ ન ભરે ત્યાં કનેક્શન કાપી જવા વાળા સુરતના ટોરેન્ટ પાવરની ઓફિસનો છેલ્લા દસ વર્ષથી 7 કરોડની રકમનો મિલકત વેરો બાકી છે. સુરત શહેરની પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ટોરેન્ટ પાવર ઓફિસ સીલ કરવાની માંગ કરી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખીને ૭ કરોડ વેરા નહીં ભરવાના કારણે સીલ કરવાની માંગ કરાઈ છે. અરવિંદ રાણાએ ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવરે સુરત મહાનગરપાલિકાના છેલ્લા દસ વર્ષથી સાત કરોડ રૂપિયાના વેરાના નથી ભર્યા. તો એમની વહીવટી ભવન અને બીજા સબ સ્ટેશન સીલ કરવામાં આવે.

(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT