મહેસાણામાં કોંગ્રેસના મલ્લિકાર્જુનની જંગી સભાઃ કહ્યું- 2 કરોડ નોકરીનું શું થયું?’

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે એક જંગના માહોલ જેવી જોવા મળી રહી છે. રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ સતત સભાઓ ગજવી રહ્યા છે. જ્યાં ગુજરાતમાં હાલમાં નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓની હાજરી છે ત્યાં કોંગ્રેસના નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહેસાણામાં મોટી જનસભાને સંબોધી હતી. ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં મોટી જનમેદની ખડગે અને અશોક ગેહલોતની સભામાં જોવા મળી હતી. તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણી આવી એટલે કહે છે કે 5 લાખ નોકરીઓ આપીશું. અરે ભાઈ… 15 લાખ ક્યાં ગયા, 2 કરોડ નોકરીઓનું શું થયું?

સભા બંધ કરાવવા પશુઓ મોકલનારાઓનું સ્વાગત છેઃ ખડગે
તેમણે આ તકે જણાવ્યું હતું કે, તમામનું હું સ્વાગત કરું છું. જેમણે આ સભા બંધ કરવા પશુઓ મોકલ્યા તેમનું પણ હું સ્વાગત કરું છું. કારણ કે તેમની આ આદત છે જ્યાં પણ શાંતિ હોય તેને ભંગ કરવાની અને આપણી આદત છે ભંગ કરનારાઓને જવાબ આપવો. અમે ડરીશું નહીં કારણ કે અમે મહાત્મા ગાંધીજીના સંતાન છીએ, શિષ્ય છીએ, લોહપુરુષ વલ્લભભાઈનું ગુજરાત છે એટલે અમને કોઈ ડરાવી નહીં શકે અને અમે ડરીશું પણ નહીં. દેશને સુરક્ષીત રાખવો છે, લોકતંત્રને મજબુત રાખવો છે, સંવિધાનને સુરક્ષિત રાખવું છે. પોતાના હકોને જાળવી રાખવા છે તો તમે અહીંથી જ કરી શકીએ છીએ. એક વખત તમે આ વખતે કરીને બતાવો પછી મોદી અને શાહ તમને ક્યાંય નહીં દેખાય.

ADVERTISEMENT

મોદીને સત્તાના સાડા એકવીસ વર્ષ થયા પણ..: ખડગેએ શું કહ્યું
ડેમોક્રેસીમાં સામાન્ય રીતે થાય કે એક પાર્ટી આવે અને બીજી જાય, આવું થતું રહ્યું છે. પરંતુ હવે ચૂંટણી જ ખતમ કરવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ શરુ કર્યું છે. 27 વર્ષ એક પાર્ટી હુકુમત પર છે અને 8 વર્ષ કેન્દ્રમાં મોદીજી પ્રધાનમંત્રી તરીકે છે. અહીં તો તેઓ સાડા તેર વર્ષ હતા 8 વર્ષ ત્યાં કુલ મળીને સાડા એકવીસ વર્ષ સુધી જો તમે ગુજરાતને સુધારી ન શકો, રોજગારી ન આપી શકો, મોંઘવારી ઘટાડી ન શકો, નાના વેપારીઓને કામ ન આપો તો તે તો શરમની વાત છે. આટલો બધો સમય જે લોકોએ તમને આપ્યો તો લોકોની સુરક્ષા કરવાનું તો તમે ભુલી ગયા.

બધું મેં બનાવ્યું, મેં મેં… કરે છે ભાજપઃ ખડગે
મહેસાણામાં લોકો પોતાની મહેનતથી કામ કરે છે. તે કોઈ તેમની મહેરબાની નથી. લોકો ખેતી, નાના કારોબાર કરે છે અને લોકો જીવન ગુજારે છે. તેમાં તમારું શું યોગદાન છે? જો કોઈ ભુલથી પહોંચે કે મહેસાણામાં ડેરી કોણે બનાવી તો તે જરૂર કહેશે કે મોદીએ બનાવી મોદીએ. બંગલા, રોડ તો મેં બનાવ્યા, બસ મેં મેં સિવાય ભાજપ પાસે કશું જ નથી. બનાવ્યું અમે. મહેનત કરે મુર્ગા સાબ… અંડા ખાયે ફકીર સાબ…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT