‘ભાજપનો ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યોને 25 કરોડમાં ખરીદે’- ભાવનગરમાં શક્તિસિંહ ગોહીલે કહ્યું, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગરના તળાજામાં કોંગ્રેસની મોટી સભા યોજાઈ હતી. દરમિયાન મતદારોને રાજી કરવા અને તેમને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતર્યા હતા. દરમિયાન તેમણે ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી વખતે અન્ય પક્ષના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય છે તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સભાની ચૂંટણી વખતે ભાજપનો ખરીદ વેચાણ સંઘ આવે અને ધારાસભ્યોના ભાવ નક્કી થાય છે. 25 કરોડ સુધી ભાવ જાય છે પણ તોય નથી વેચાયો તેવો તમારો ઉમેદવાર છે કનુભાઈ.


ભાજપનો ખરીદ વેચાણ સંઘ નીકળી પડે છેઃ શક્તિસિંહ
તળાજામાં આજે કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે વિવાદનો મધપુડો છંછેડાય તેવું નિવેદન કર્યું હતું. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ખરીદ વેચાણ સંઘ ભાજપનો નીકળી પડે છે. ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યનો ભાવ બોલે છે. 5 કરોડ, 7 કરોડ, 10 કરોડ અને જ્યારે ચૂંટણી નજીક આવી જાય ત્યારે ભાવ પહોંચે 25 કરોડ રૂપિયા. તો પણ તળાજાના વર્તમાન ધારાસભ્ય કનુભાઈને ખરીદી શક્યા નથી. તેવું તેમણે કહ્યું હતું.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT