ભાજપનું હિન્દુ-મુસ્લિમ ગાણું ફરી થયું ચાલુઃ ગુજરાતમાં હિમંત બિસ્વા દિલ્હી શ્રદ્ઘા મર્ડર કેસ અંગે શું બોલ્યા- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ રાજકારણના ખેલમાં સામાન્ય જનતા પર તે બફાટની શું અસર થશે તેવું વિચારતા નેતાઓને આંગળીએ ગણી શકાય છે. કચ્છમાં ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં ભાન ભુલ્યા હતા અન તેમણે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસને હિન્દુ મુલ્સિમ ફ્લેવર આપીને ગુજરાતમાં પરીસી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યાં શિક્ષણ, સુવિધા, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો હલ થયા છે કે કેમ તેના પર પ્રચાર કરતા કરતા અચાનક ભાજપના આ નેતાએ મુદ્દો કાંઈક બીજો જ બનાવી દીધો હતો. આવો જાણીએ આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વાએ ગુજરાતમાં શું બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જો મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.

હિમંત બિસ્વાનું વિવાદાસ્પદ નિવેદન
હિમંત બિસ્વા આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર પ્રસાર માટે આવ્યા છે. તેઓ ગુજરાતના કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે એક તબક્કે વાત કરી અને કહ્યું કે, આફતાબે શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. પછી તે ટુકડા ક્યાં રાખ્યા ફ્રીજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રીજમાં હતા ત્યારે તે પાછો બીજી યુવતીને ઘરે લાવતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. જો દેશ શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરોમાં પેદા થશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. એટલે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT