કેજરીવાલના Sholay ફિલ્મના ડાયલોગથી ભાજપ પર ચાબખા- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. સાથે જ મીડિયામાં આમ આદમી પાર્ટીને ડિબેટમાં નથી બોલાવવામાં આવતી તેવો આરોપ લગાવ્યો હતો. ભગવંત માને કહ્યું કે, ઝાડ પણ વર્ષે પાંદડા બદલી નાખે છે 27 વર્ષ થઈ ગયા છે, હવે બદલી નાખો. અમે જ્યાં જઈએ છીએ ત્યાં કહે છે કે આ લોકોથી અમારો છૂટકારો કરાવો. આમને ઘમંડ છે કે અમે ક્યારેય હારતા નથી, જનતા નીચે લેતા આવશે. ઘણા તો કહે છે કે અમારી પાસે તો વોટ પણ માગવા નથી આવતા. સ્કૂલ ખાઈ ગયા, હોસ્પિટલ ખાઈ ગયા. ગુજરાતમાં ખાડાઓમાં રસ્તા મેં પહેલી વખત જોઈ છે.

કેજરીવાલના શોલે ફિલ્મના ડાયલોગથી ભાજપ પર ચાબખા
સુરતના કતારગામ બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પ્રચાર કરવા પહોંચ્યા હતા. દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર ચાબખા ચલાવ્યા હતા. તેમણે કહ્યું શોલે જોયું છે. તેમાં ગબ્બર બોલે છે માં દુર દુર કોઈ બાળક રડે છે તો માં કહે છે સુઈ જા નહીં તો ગબ્બર આવી જશે. આજે ગુજરાતમાં જ્યારે દુર દુર કોઈ ભાજપ વાળો રડે છે ત્યારે માતા કહે છે સુઈ જા નહીં તો આમ આદમી પાર્ટીનો કાર્યકર આવી જશે. કેમ ડરે છે આ લોકો આટલા કારણ કે અમે સવાલ કરીએ છીએ. 27 વર્ષના શાસનનો હિસાબ માગીએ છીએ. 27 વર્ષમાં તમે ગુજરાતને કેટલું લૂંટ્યું, અમે તેમને મોરબી અંગે પુછીએ છીએ. કે મોરબીમાં લોકોની હત્યારાઓ હજુ પણ ખુલ્લેઆમ કેમ ફરે છે. અમે પુછીએ છીએ કે ગુજરાતમાં પેપર કેમ ફૂટે છે, તેથી તે ડિબેટમાં આપને બોલાવતા નથી. સુરત કોર્પોરેશની ચૂંટણી વખતે તમે અમને 27 સીટ આપી હતી. અચાનક સુરતના લોકોની દેશમાં ચર્ચા થવા લાગી. આ વખતે 12 સુરતની બેઠક આમ આદમી પાર્ટીમાં આવવી જોઈએ. તમારા માટે ખુશખબર છે કે આઈબી રિપોર્ટમાં ગુજરાતમાં ભાજપ જાય છે. આમ આદમી પાર્ટી આવે છે. સુરતની 12 સીટ આપને જઈ રહી છે. તે રિપોર્ટમાં લખ્યું છે કે, કતારગામના આપ ઉમેદવાર પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સૌથી વધુ માર્જીનથી જીતવાના છે.

ADVERTISEMENT

1 વર્ષમાં બધી ભરતીના પેપર પુરા કરીશુંઃ કેજરીવાલ
તેમણે કહ્યું કે, જ્યારે મેં મફત વીજળી આપવાની વાત કરી તો ભાજપના નેતા મફત રેવડી વેચે છે કેજરીવાલ તેવું કહેવા લાગ્યા. નેતાને 4 હજાર યુનિટ ફ્રી વીજળી મળે છે, તો તકલીફ નથી થતી તો કેજરીવાલ જનતાને 300 યુનિટ ફ્રી આપે તો મરચા કેમ લાગે છે. પેપર ફૂટી જતા નથી તેમના મંત્રીઓ પેપર વેચે છે. કોઈ મંત્રી કે નેતા પેપર ફૂટ્યા પછી જેલ ગયા નથી. બધા કેસ ખોલીશું અને બધાને દસ વર્ષ જેલમાં મોકલીશું. 1 વર્ષમાં બધા જ ભરતી પેપર પુરા કરી દઈશું એક પણ પેપર ફૂટવા નહીં દઈએ. દિલ્હી પંજાબમાં અમારી સરકાર છે ત્યાં પેપર ફુટતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT