રોજગારી મુદ્દે BJP સરકાર એક્શન મોડમાં, જાણો શું છે આગામી રણનીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે રોજગારી મુદ્દે ભાજપ સરકાર સુપર એક્ટિવ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે નવી ભરતી માટે ખાલી જગ્યાના પત્રકો આપવા GADને આદેશ કરાયો છે. મહિલાઓને સરકારી નોકરી મળે એના માટે સરકારે તજવીજ શરૂ કરી દીધી છે. આગામી પાંચ વર્ષમાં 1 લાખ મહિલાઓને તેઓ નોકરી આપવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે. આની સાથે પ્રાઈવેટ સેક્ટરમાં પણ વધુ ભરતી થાય એની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

ચૂંટણી પહેલા રોજગારી મુદ્દે સરકાર એક્ટિવ
નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકારી અને ખાનગી ક્ષેત્રે લોકોને વધુ રોજગારી મળે એના માટે તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં અહેવાલો પ્રમાણે IT સેક્ટરમાં પણ આગામી સમયમાં મોટાપાયે ભરતી થઈ શકે છે. સરકાર અત્યારે બેરોજગારીના પ્રશ્નને પહોંચી વળવા માટે કાર્યરત છે. ભરતીના સ્થાને વિગતો અને પત્રકો રજૂ કરવા પણ જાણ કરાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT