રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર આવે છે? આબુમાં મોદી સાથે વસુંધરા રાજે-પુનિયાની મુલાકાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપુત/અંબાજી: મોદીની અંબાજી યાત્રા અગાઉ રાજસ્થાન ભાજપના અધ્યક્ષ અંબાજી આવે છે અને મોદીની અંબાજી યાત્રા બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા આવે છે શું રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વાળી થવાની છે કે શું? શક્તિપીઠ અંબાજી ગુજરાતનું અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે માતાજીના ભક્તો મંદિરમાં દર્શન કરવા દેશભરમાંથી અને વિદેશમાંથી આવે છે. અંબાજી સાથે રાજકીય પાર્ટીઓનો પણ ખૂબ જ જૂનો નાતો જોડાયેલો છે. કોઈપણ નેતા સારું કામ કરતા પહેલા માં અંબાના આશીર્વાદ લેવા જરૂર આવે છે.

PM મોદી અંબાજીના દર્શન કરવા માટે આવ્યા
હાલમાં પ્રધાનમંત્રી જ્યારે તેઓ વર્ષો પહેલા કોઈ હોદ્દા પર ન હતા ત્યારથી તેઓ મા અંબાના દર્શન કરવા અંબાજી આવતા હતા અને આશીર્વાદ મેળવીને રાજકીય કામગીરી ભકિત સાથે જોડાયેલી રાખતા હતા. અંબાજી ખાતે નવરાત્રી પર્વમાં અને આવનારી 2022 ચૂંટણીના પડઘમ હવે વાગી રહ્યા છે, ત્યારે આ વખતે અંબાજી મંદિર ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે આવ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી અને સી.આર પાટીલ પણ હાજર રહ્યા
જો કે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.28 સપ્ટેમ્બરના રોજ સાંજે રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનીયા અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. તેમને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે અંબાજી ખાતે પીએમ આવી રહ્યા છે ત્યારે અમે આબુરોડ ખાતે તેમનું અભિવાદન કરવા માટે શિરોહી,જાલોર અને પાલી જિલ્લાના કાર્યકર્તાઓ નેતાઓ આવ્યા છીએ.

ADVERTISEMENT

આબુ ખાતે અભિવાદન સમારોહમાં હાજર રહ્યા પીએમ
30 સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીની યાત્રા પર આવે છે અને યાત્રા પૂર્ણ કરીને અંબાજીથી આબુરોડ ખાતે અભિવાદન સમારોહમાં જાય છે ત્યારે 10:00 વાગે બાદ રાત્રે માઇકનો ઉપયોગ ન કરવાનો નિયમ હોવાથી તેઓ માઈક વગર બોલે છે અને મોડા આબુરોડ પહોંચતા ત્યાંના લોકોની માફી માંગે છે. અહી તેમની સાથે સ્ટેજ પર રાજસ્થાની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા હાજર હતા. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનીયા પણ હાજર હતા.

વસુંધરા રાજે પણ અંબાજી દર્શન કરવા માટે પધાર્યા
આજે સવારે મંગળા આરતીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમને માતાજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા. માતાજીની આરાધના કરી હતી. ઘણા ઓછા લોકોને ખબર છે કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ નવરાત્રિમાં માતાજીના ઉપવાસ કરે છે. માતાજીની આરાધના કરે છે.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમને અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવમા શિવપૂજા પણ કરી હતી. ભૈરવજી મંદિર પર અને ગણપતિ મંદિરમાં પણ તેમને દર્શન કર્યા હતા. માતાજીની ગાદી પરથી મહારાજના આશીર્વાદ લીધા હતા.

ADVERTISEMENT

સતીશ પુનિયા વસુંધરા રાજે અને મોદી વચ્ચે મુલાકાત થઈ હતી
અંબાજી યાત્રા પૂર્ણ કરીને રાજસ્થાનનાં આબુરોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર મંચ ઉપર પહોંચ્યા હતા ત્યાં તેમને લોકોનું અભિવાદન જીલ્યું હતું અને તેમની સાથે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. રાજસ્થાનમાં ચાલતા રાજકારણ વિશે ચર્ચા કરી હોવાની માહિતી સૂત્ર દ્વારા પ્રાપ્ત થઇ છે. અંબાજી ખાતે 28 સપ્ટેમ્બરના રોજ સાંજે રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા, ત્યારબાદ 30 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેઓ આબુરોડ રાજસ્થાનથી પરત દિલ્હી તરફ નીકળ્યા હતા. આબુરોડ ખાતે પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ આજે 1 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અંબાજી મંદિર ખાતે આવ્યા હતા.
શું રાજસ્થાનમાં પણ 2023 પહેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશવાળી થવાની છે. ભાજપની સરકાર બનવાની છે અને વસુંધરા રાજે ફરીથી 2023 વિધાનસભા ચુંટણી પહેલા મુખ્યમંત્રી બનવાની છે તેવી અટકળોએ જોર પકડયુ છે. સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર 29,30 ગુજરાત યાત્રાએ આવેલા નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રોજ સાંજે આબુરોડ હેલીપેડથી દિલ્હી જવાનો કાર્યક્રમ પણ રાજકીય નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT