BJP Exclusive: સૌથી પહેલા જાણો ભાજપના સંભવીત ઉમેદવારોની પ્રથમ યાદી
ગાંધીનગર : ભાજપની ટિકિટ ઇચ્છતા ઉમેદવારો માટે કાલની રાત કતલની રાત હતી. મોડીરાત સુધી ટિકિટ જાહેર થાય તેવા હાઉ વચ્ચે ઉમેદવારોના બદલે રાજીનામા આપનારાઓની યાદી…
ADVERTISEMENT
ગાંધીનગર : ભાજપની ટિકિટ ઇચ્છતા ઉમેદવારો માટે કાલની રાત કતલની રાત હતી. મોડીરાત સુધી ટિકિટ જાહેર થાય તેવા હાઉ વચ્ચે ઉમેદવારોના બદલે રાજીનામા આપનારાઓની યાદી જાહેર થઇ હતી. અનેક દિગ્ગજોના રાજીનામા પડી ગયાાટ હતા. પોતે ચૂંટણી નથી લડવા માંગતા તેવી જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ મોડી રાત્રે ઉમેદવારોની યાદી નહી જાહેર થાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
જો કે બીજી તરફ જેમને પ્રતિક્ષા હતી તેવા ઉમેદવારો માટે આ કતલની રાત હતી. વહેલી સવારે યાદી જાહેર થવાની હતી. ગુજરાતના મોટા ભાગના સંભવિત ઉમેદવારો આખી રાત રાહ જોતા રહ્યા હતા. ગુજરાતમાં આ ભાજપના ઉમેદવારો માટે કતલની રાત રહી હતી.
વઢવાણ બેઠક પર જીગ્નાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા, લીંબડીથી કિરીટસિંહ રાણા, ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ, ગીર સોમનાથ બેઠક પર માનસિંહ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા, વલસાડ બેઠક પર ભરત પટેલ, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ઉમરગામ બેઠક માટે રમણ પાટકર, પારડીથી કનુભાઈ દેસાઈ, રાજકોટ પશ્ચિમથી કમલેશ મીરાણી, અમદાવાદના નિકોલથી જગદીશ પંચાલ, વિસાવદરથી હર્ષદ રીબડીયાને મળી શકે છે ટિકિટ.
ADVERTISEMENT
આ ઉપરાંત માણવદરથી જવાહર ચાવડા, વિસનગરથી ઋષિકેશ પટેલ, રાધનપુર અથવા ગાંધીનગર પશ્ચિમ બેઠક પરથી અલ્પેશ ઠાકોર, સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત, નવસારી વિધાનસભા બેઠક ઉપર રાકેશ દેસાઈ, ભરૂચ બેઠક પરથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર બેઠક પર ઇશ્વરસિંહ પટેલ, વાગરા બેઠક માટે અરૂણસિંહ રાણા, જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી અને ઝઘડિયા બેઠક પરથી રિતેશ વસાવાને ટિકિટ મળી શકે છે.
સુરતની કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરિયા, ઉધના બેઠક પરથી મન પટેલને મળી શકે છે ટિકિટ. આ ઉપરાંત મજુરા બેઠક પર હર્ષ સંઘવી, લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ, કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી, વરાછા બેઠક પર કુમાર કાનાણી, કતારગામ બેઠક પર વિનુ મોરડિયા, સુરત ઉત્તર કાંતિ બલર, સુરત પૂર્વ બેઠક પર અરવિંદ રાણા, ઓલપાડ બેઠક પર મુકેશ પટેલને પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT