અમદાવાદમાં ડોક્ટર પતિની દારૂ પીવાની લતથી કંટાળીને BJP કોર્પોરેટરની પુત્રવધુનો આપઘાત
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ લગ્નના 3 મહિનામાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. લગ્ન બાદ પતિના દારૂ અને…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ લગ્નના 3 મહિનામાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. લગ્ન બાદ પતિના દારૂ અને ગુટકાના વ્યસનથી કંટાળેલી પત્નીએ ફાંસો ખાઈ લીધો હતો. સરખેજમાં ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય સાથે જાહ્નવીના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. જય પરમાર સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલમાં પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
30 જાન્યુઆરીએ જ લગ્ન થયા હતા
વિગતો મુજબ, ભાજપના કોર્પોરેટરના પુત્રના લગ્ન 30 જાન્યુઆરીએ જાહ્નવી સાથે થયા હતા. બીજા દિવસે જ પત્નીને ખબર પડી કે પતિ જયને દારૂ અને ગુટખાની ટેવ છે. જેથી તેને આઘાત લાગ્યો હતો. આ વ્યસન જ પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનમાં ઝઘડાનું કારણ બન્યું હતું. આરોપ છે કે જય પત્ની જાહ્નવીને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો. એવામાં જાહ્નવીએ લગ્નના 3 મહિનાામં જ કંટાળીને આપઘાત કરી લીધો.
લગ્નના 3 મહિના પહેલા જ આપઘાત
લગ્ન બાદથી જ પતિની દારૂ પીવાની કુટેવને લઈને જાહ્નવીને જય સાથે ઝઘડો થતો હતો. આ કારણે તે રિસાઈને પિયર પણ આવી ગઈ હતી. જોકે બાદમાં સમાધાન થતા તે પાછી આવી ગઈ હતી. આ બાદ 22મી માર્ચના રોજ જય અને જાહ્નવી સારંગપુરમાં કષ્ટભંજન દાદાના દર્શને ગયા હતા. ત્યારે સસરાએ જાહ્નવીને ફોન કરીને દીકરીની દારૂ પીવાની કુટેવ છોડાવવા માટે માનતા લેવા ફોન કર્યો હતો. જેથી પતિ-પત્નીમાં ઝઘડો થયો હતો. જય તેને માર પણ મારતો હતો એવામાં 26મી માર્ચે જાહ્નવીએ માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો. હાલમાં આરોપી જય વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા તે ફરાર થઈ ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT