BJP-કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને કરી એકતા દિવસની ઉજવણી, પછી PM પર ચાબખા પણ માર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

National Unity Day: એક તરફ આજે સરદાર પટેલની જન્મ જયંતીને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, વડાપ્રધાન પણ આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસથી ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ નડીયાદમાં આવેલ સરદાર પટેલના જન્મ સ્થળ પર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જન્મસ્થળ પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે ઉજવણી કરતા જોવા મળ્યા. ત્યારે એક સમયે તો ખરેખર એવું લાગ્યું કે, આજે એકતા દિવસની ખરા અર્થમાં ઉજવણી થઈ રહી છે.

સરદાર પટેલના જન્મસ્થળે એકતા દિવસની ઉજવણી

પરંતુ આ તમામ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાલના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણને એક એવી રજૂઆત કરી જેને લઈને દેવુસિંહ ચૌહાણને એની સફાઈ આપતા આપતા અધવચ્ચે હસ્તા હસ્તા કેમેરા તરફ ઈશારો કરી કહેવું પડ્યું કે હવે બધુ બંધ કરો.

PM પર પૂર્વ કેન્દ્રિય મંત્રીના પ્રહાર

આજે સરદાર પટેલના જન્મદિવસની ઉજવણી પર પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વડાપ્રધાનને આડે હાથ લીધા અને કહ્યું કે, પ્રાઈમ મિનિસ્ટર અમદાવાદ આવે છે તો સરદાર સાહેબની વાતો કરે છે, તો શાહીબાગના સરદાર સાહેબ મેમોરિયલની મુલાકાત કેમ નથી લેતા? પ્રધાનમંત્રી એરપોર્ટ પરથી અવર જવર કરે છે, મેમોરિયલ પાસેથી જ જાય છે, પરંતુ ત્યાં જતા નથી, તે તો નથી જતા તેમના નેતા પણ નથી જતા. શાહીબાગ મેમોરિયલને મળતી ગ્રાન્ટ પણ એમના આવ્યા પછી બંધ થઈ ગઈ કેમ એવું? સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું સારી વાત પણ ઈન્ડિયા કે ગુજરાતના એન્જિનિયરની જગ્યાએ ચાઈનાના એન્જિનિયરને કેમ પસંદ કર્યા? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જરૂરીયાતની વસ્તુઓ શાહીબાગ મેમોરિયલે પૂરી પાડી છે.

ADVERTISEMENT

સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવા પર શું કહ્યું?

તેમણે વધુમાં કહ્યું, અમદાવાદમાં જ્યા સરદાર પટેલ રહેતા હતા ત્યાં પણ એક ખીલ્લી પણ મારવી હોય તો પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પુછવા જવું પડે છે. સરદાર પટેલ સ્ટેડિયમના નામને લઈને પણ દિનશા પટેલે વડાપ્રધાનને આડે હાથ લીધા અને કહ્યુ કે,”સરદાર પટેલ સ્ટેડિયમને પણ પોતાનુ નામ આપી દીધુ.” સરદારના નામ પર પોતાનું નામ વડાપ્રધાન આપી રહ્યા છે. એવુ નિવેદન આપતા હવે રાજકારણ ગરમાયુ છે.

મહત્વનું છે કે સરદાર પટેલ મેમોરિયલ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાલના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણને રજૂઆત કરવી પડી અને એ રજૂઆતને પણ દેવુસિંહ ચૌહાણે ક્યાંક હસતા મોએ સ્વીકારી હોય તેમ આજના આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. પરંતુ દિનશા પટેલની આ રજૂઆત શું હસતા હસતા સ્વીકારવા જેવી છે કે પછી ખરેખર આના પર વિચાર કરવો જોઈએ. હવે આગામી સમયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે ઉઠાવેલો મુદ્દો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉઠાવીને ચૂંટણીમા ફાયદો ઉઠાવી શકેશે કે કેમ તે જોવું રહ્યું.

ADVERTISEMENT

(હેતાલી શાહ, નડિયાદ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT