ભાજપ અને વિનુ મોરડીયાએ ગુંડાગીરી ચાલુ કરી? ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ જેમ એક પછી એક રાજકીય પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. જેમાં સુરતમાંસૌથી વધારે આક્રમક જોવા મળી રહેલી આમ આદમી પાર્ટીને ખાળવા માટે ભાજપે પણ આક્રમક રણનીતિ અપનાવી છે. જો કે આવા સમચે અચાનક ગોપાલ ઇટાલિયાના એક ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ગોપાલ ઇટાલિયા દ્વારા એક વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી
ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો અને કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર માટે રખાયેલી સાયકલોમાં લગાવાયેલા પોસ્ટરો ફાડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ અને વિનુ મોરડીયાના કેટલાક ગુંડાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપો લગાવ્યા હતા.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
જો કે આ અંગે ભાજપ દ્વારા હજી સુધીઆ અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને આક્રમક રીતે ઉપાડવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા ટ્વીટ કરીને લખ્યું કે,આખરે ભાજપીયાઓ પોતાના અસલ સ્વરૂપ પર આવી ગયા. કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાએ કેબિનેટ મંત્રી વિનુ મોરડીયાએ ગુંડા મોકલીએ આમ આદમી પાર્ટીના બેનર તથા સાયકલ પ્રચારના હોર્ડિંગમાં તોડફોડ કરાવી હતી. જો પાંચ વર્ષમાં કામ કર્યા હોય તો વિનુ મોરડીયાએ આ પ્રકારની ગુંડાગીરી ન કરવી પડી હોત.

    follow whatsapp

    ADVERTISEMENT