કલોલમાં કોંગ્રેસી MLA ઉમેદવાર બળદેવસિંહને ભાજપના કાર્યકરોએ લાફાવાળી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : આજરોજ 5 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ મતદાનના માહોલ વચ્ચે કલોલ 38 વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કુલના વોટિંગ બુથની બહાર ગેરરીતી થઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ઉમેદવારબળદેવજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. હાલ તો ઘટનાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

શાળા બહાર પ્રાઇવેટ ટેબલ મુદ્દે બલાલ
કલોલ 38 વિધાનસભા બેઠકનું મતદાન શાંતિપુર્ણ માહોલમાં ચાલી રહ્યું હતું. દરમિયાન શાળાની બહાર વિરોધ પક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મુકાયું હતું. જેમાં મતદારોનામોબાઇલ કલેક્ટ કરવામાં આવતા હતા. આ પ્રાઇવેટ ટેબલ પર બેઠેલા વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે વ્યક્ત કર્યો હતો. બળદેવજી ઠાકોર ઘરે ઘરે પહોંચીને તત્કાલ ટેબલ હટાવવાનું કહેતા વિરોધ પક્ષ દ્વારા પહેલા બોલાચાલી બાદ ગાળાગાળી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો
આ ઘટના વધારે ઉગ્ર બને તે પહેલા સ્થાનિક મતદારોએ તત્કાલ ધોરણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. બંન્ને પક્ષોના લોકોને દુર કર્યા હતા. આ સાથે જ પ્રાઇવેટ ટેબલ પણ પોલીસ દ્વારા હટાવી લેવાયા હતા. જો કે કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચે અસભ્ય વર્તનને કારણે માહોલ ગરમાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT