બિપોરજોય ગુજરાત માટે થઈ ચૂક્યું છે ઘાતક સાબિત, છીનવાઈ આટલા લોકોની જિંદગી
અમદાવાદ: ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે બિપોરજોય ગુજરાત માટે પ્રાણઘાતક સાબિત થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 4 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
અહી ચાર લોકોએ ગુમાવ્યા જીવ
બીપોરજોય વાવાઝોડાંમાં બે માસુમ બાળક સહિત 4 માનવ જિંદગી છીનવાઇ ચૂકી છે. જેમાં જસદણ પાસે બાઈક પર ઝાડ પડતા પરિણીતાનું, તો કચ્છમાં દીવાલ ધરાશાઈ થવાથી 2 બાળકોના અને પોરબંદરમાં મકાન પડતા આધેડનું મોત થયું છે.
4 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
ADVERTISEMENT
સિહોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા
ગીર જંગલના સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. બીચ નજીક 100 સિંહોના કાયમી રહેઠાણ છે, હાલમાં તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને સિંહોના જીવને કોઈ ખતરો ન રહે તે માટે 300 ટ્રેકર્સ સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT