BIPORJOY CYCLONE: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ સમયે અને આટલી સ્પીડે ત્રાટકશે

ADVERTISEMENT

Latest About Biporjoy cyclone
Latest About Biporjoy cyclone
social share
google news

અમદાવાદ : બિપરજોય વાવાઝોડું ગુજરાતની સતત નજીક આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાત હાઇએલર્ટ પર રહેલું છે. ગણત્રીના કલાકોમાં જ ગુજરાતનાં કાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું કલાકો સુધી કચ્છના કાંઠાને ધમરોળશે. સાંજથી જ વાવાઝોડાની ગંભીર અસર શરૂ થઇ જશે. જો કે સામાન્ય અસર અત્યારથી જ ચાલુ થઇ જશે. હાલ વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દુર છે. જખૌથી પશ્ચિમ દક્ષિણ તરફ દુર છે. હાલ 122-130 કિલોમીટર પવનની ઝડપ છે. ગુજરાત પર મોટી આફત ફક્ત ગણતરીના કલાકો દુર છે. સાંજે જખૌકાંઠે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે.

વાવાઝોડાની ટક્કર અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જખૌ કિનારે સાંજના સમયે વાવાઝોડું ટકરાશે. સાંજે 8 વાગ્યાથી લેન્ડફોલ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા ચોક્કસ સમય સામે આવ્યો છે. 8 વાગ્યે વાવાઝોડાનું લેન્ડ ફોલ આવી જશે. ધીરે ધીરે પવન અને તોફાની વરસાદથી ટકક્કર કિનારા સાથે શરૂ થશે. ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધતી જશે. વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો થતો જશે. ચક્રવાત 6 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધશે. કચ્છ વિસ્તારમાં જેની અસર 4-6 કલાક સુધી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડુ માંડવી અને કરાંચી વચ્ચેથી ક્રોસ થશે. વાવાઝોડું 8 વાગ્યે ક્રોસ થશે. ગુજરાત પર ક્લાઉડ બેન્ડ છે. રેન ફોલ એક્ટિવિટી થશે. આઇ આગળ વધે તેના પર તેની સ્પીડ નક્કી થશે. આઇનો ઘેરાવો આશરે 50 કિલોમીટરની ઉપર છે. હવામાન વિભાગે વાવાઝોડુ ટકરાવાનો સમય સાંજે 5.30 કલાકનો આપ્યો હતો તે સાંજે 8 વાગ્યાનો અપાયે છે. વાવાઝોડું સતત સ્પીડ બદલી રહ્યું હોવાના કારણે હવામાન વિભાગ પણ તેનો ચોક્કસ અંદાજ નથી લગાવી શકતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT